Vadodara

ભાદરવા માં 13 મો વિરાટ સમૂહલગ્ન સમારંભ યોજાયો

Published

on

સાવલી ના ભાદરવા માં આવેલ સત નો દરબાર નામે પ્રસિદ્ધ ચેહરજોગણી માતા નાં મઢ માં ૧૩,મો વિરાટ સર્વજ્ઞાતિ હિન્દૂ સમૂહલગ્ન સંપન થયું ૧૧૯ યુગલો એ પ્રભુતા માં પગલાં પાડ્યા ભવ્ય વિરાટસમૂહલગ્ન માં નવદંપતિ યુગલો ને શુભ આશિષ આપવા ભાજપાપ્રદેશ પૂર્વ અધ્યક્ષ ભાજપાપ્રદેશ મહામંત્રી સાંસદ મેયર ધારાસભ્ય સહિત ની રાજકીય હસ્તીઓ ઉપસ્થિત રહી હતી

વડોદરાજિલ્લા, સાવલી તાલુકાના ભાદરવા ગામે મહીસાગર નદી ના કિનારે રમણીય વાતાવરણમાં ભારે આષ્થા નું કેન્દ્ર સમુ સત નો દરબાર નામે પ્રસિદ્ધ ચેહરજોગણી માતા નો મઢ આવેલ છે મઢ ના મહંત રમેશજી રાવળદેવવમહારાજ અને મહંત વિજયજી મહારાજ દ્વારાં સમાજ સેવાકીય પ્રવૃત્તિઓ નું આયોજન કરાતું હોયછે તે અનુસંધાને પ્રતિ વર્ષ મહસુંદ પાંચમ ના દિવસે સર્વજ્ઞાતિ હિન્દૂ સમૂહ લગ્ન નું પણ આયોજન કરાય છે

Advertisement

તે અનુસંધાને 26 મી જાન્યુઆરી અને મહાસૂદ પાંચમ ના શુભદીને સત નો દરબાર ચેહરજોગણી માતા ના મઢ માં 13 મો વિરાટ સર્વજ્ઞાતિ હિન્દૂ સમૂહલગ્ન નું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં 119 યુગલો એ પ્રભુતા માં પગલાં ભરી મહારાજ સહિત રાજકીય નામીઅનામી વ્યક્તિઓ ના આશીર્વાદ સાથે વિવાહિત નવજીવન ની શુભ શરૂઆત કરી હતી આ સમૂહલગ્ન ના ભવ્ય શુભ પ્રસંગે ભાજપા પૂર્વ પ્રદેશઅધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, ભાજપા પ્રદેશમહામંત્રી ભાર્ગવ ભટ્ટ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય, કેયુર રોકડીયા,ધર્મેન્દ્રશીહ વાઘેલા,ભરત ડાંગર સહિત ના રાજકીય બીનરાજકીય અગ્રણીઓ ઓ એ ઉપસ્થિત રહી નવયુગલ દંપતીઓ ને આશીર્વાદ આપ્યા હતા

Advertisement

Trending

Exit mobile version