Panchmahal

ઘોઘંબા સંસ્કાર વિદ્યાલય માં શાળાનો 15 મો વાર્ષિક રમતોત્સવ યોજાયો

Published

on

પંચમહાલ જિલ્લા ના ઘોઘંબા સંસ્કાર વિદ્યાલય માં શાળાનો 15 મો વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવ્યો.જેમાં વિવિધ રમતો તથા કાર્યક્રમો યોજવામાં આવ્યા.મુખ્ય અતિથિ તથા શાળા પરિવાર દ્વારા ફાઇનલમાં વિજેતા તમામ ખેલાડીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી.આ રમતોત્સવમાં વાલીઓ અને શિક્ષકો માટે પણ રમત યોજવામાં આવી.જેમાં વિજેતા વાલીઓને પણ ટ્રોફી આપવામાં આવી હતી.કરાટે માસ્ટર દ્વારા તૈયાર કરેલ બાળકોએ કરાટેની વિવિધ કરતબો બતાવી હતી.


આ પ્રસંગે ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ તીરંદાજી સ્પર્ધામાં ગોલ્ડમેડલ જીતનાર પટેલ હવિશકુમાર તથા જિલ્લા કક્ષાએ ચેસની સ્પર્ધામાં રાજ્ય કક્ષા સુધી રુદ્ર બારીઆ ને શાળાના આચાર્ય અને ટ્રસ્ટી દ્વારા સન્માન અને મેડલ આપવાના આવ્યા હતા.આ કાર્યક્રમ માં .મોટી સંખ્યામાં વાલીઓ તથા મહેમાનો હાજર રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version