Uncategorized
ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું ૩૧ મુ મહાઅધિવેશન પાટણ ખાતે યોજાયું…
(પાટણ)
પાટણ ખાતે આવેલ ઉતર ગુજરાત યુનિવર્સીટી ના રંગભવન હોલમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું ૩૧ મુ મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ લાભુભાઇ કાત્રોડીયાની હાજરીમાં યોજાયું હતું સાથે સાથે સુપ્રસિદ્ધ રોટલીયા હનુમાન મંદિર ખાતે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ શહેરમાં આવેલ યુનિવર્સિટી માં રંગભવન હોલમાં રવિવારે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું ૩૧ મુ મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું જેમાં પ્રથમ યુનિવર્સિટી થી ટીબી ત્રણ રસ્તા સુધી શરણાઈના સુર સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી જ્યાં સ્થાપિત સંત શ્રી સદારામ બાપાની પ્રતિમાને મહાનુભાવો દ્વારા માલ્યાર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તિરંગા યાત્રા યુનિવર્સિટીમાં પરત પહોંચી બાલીકાઓ દ્વારા તલવારબાજી નૃત્ય સાથે પધારેલ મહેમાનોનું સ્વાગત કરી લોકોના મન જીતી લીધા હતા.મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી જેમાં ઉપસ્થિત મહાનુભાવો તથા સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન કરાયું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોતાના ઉદબોધન રજૂ કર્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાએ જણાવ્યું હતું કે આજે પત્રકારોને એક કરવા આ સંગઠન કમર કસી રહ્યું છે પત્રકારોના લાભ છીનવાઇ રહ્યા છે ત્યારે પત્રકાર એકતા પરિષદ દ્વારા છેક મુખ્યમંત્રી ને રૂબરૂ મુલાકાત કરી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરતા મુખ્યમંત્રીએ પ્રશ્નોનું સુખદ્ સમાધાન માટે કહ્યું છે જેનું ટુંક સમયમાં જ નિરાકરણ આવી જશે આપણું સંગઠન દેશમાં પહેલું એવું સંગઠન છે જેમાં દસ હજાર થી પણ વધુ પત્રકારો જોડાયેલા છે કહીને પત્રકારોને એક રહેવા સંદેશો આપ્યો હતો
કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા, મનોજભાઈ સોની. આઇ ટી સેલના નિતીનભાઇ ઘેલાણી,વસંતભાઈ , જલીયાણ પરિવારના નિલેશભાઈ ઠક્કર, વર્ધિલાલ ઠક્કર, જીલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર,આશરો સેવાકીય સંસ્થાના રોહિત પટેલ, બંટીભાઈ. પાટણ અન્ય સેવાકીય સંસ્થાઓ ડાયનાસોર પાર્કના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રી, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કુલપતિ પ્રો.કિશોર કુમાર પોરિયા, જનમંગલ ચેરીટેબલ ટ્રસ્ટ શંખેશ્વરના જીજ્ઞાબેન શેઠ, હિતેશભાઈ ઠક્કર જલારામ સેવા સમિતિ , ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ, શૈલેષભાઈ પરમાર પ્રદેશ મંત્રી,ઝોન પ્રભારી રાજુભાઇ પટેલ, જીલ્લા પ્રમુખ પ્રકાશ ભાઇ નાડોદા , નાનજીભાઈ ઠાકોર પ્રદેશ સંગઠન મંત્રી, ચાણસ્મા કોમર્શિયલ બેંક ના મેનેજર અનિલભાઈ પટેલ,વસાભાઇ નાડોદા,જયેશ ગજ્જર,રવિભાઈ દરજી સહિત પાટણના સિનિયર પત્રકારો હાજર રહ્યા હતા