Gujarat
પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 546મો પ્રાગટ્ય મહોત્સવ સુખધામ હવેલી, બેઠક મંદિર ખાતે દબદબાભેર ઉજવાયો.
પુષ્ટિ સંપ્રદાય પ્રચાર પ્રસાર દ્વારા વિશ્વના ઉપર ફલક ઉપર ગુંજતો કરનાર તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી શ્રી ડોક્ટર વાગીશ કુમાર મહારાજ શ્રી, સાક્ષાત મૉ યમુના સ્વરૂપ અમ્માજી, કાંકરોલી યુવા રાજકુમારો પૂજ્ય શ્રી વેદાંત રાજા, પૂ શ્રી સિદ્ધાંત રાજા ના શુભ આશીર્વાદ એવમ માર્ગદર્શન હેઠળ સુખધામ હવેલી ખાતે અને બેઠક મંદિર ખાતે શ્રીજીના અલૌકિક દર્શન, મંગલા શૃંગાર સોનાના પલ્લામાં નંદ મહોત્સવ, અને રાજભોગમાં તિલક ના અને શયનમાં કુલ મંડળીનાં મનોરથ દર્શન યોજાયા દર્શનાર્થે વૈષ્ણવોનું ઘોડાપૂર ઉમટ્યું.
પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત વૈષ્ણવના ગઢ ગણાતા વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા સુખધામ હવેલી ખાતે વહેલી પરોઢે શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના માની બલીહારી ભક્તિમય ગાનથી વાઘોડિયા રોડ ચંપારણ ધામ માં ફેરવાયો . વૈષ્ણવો હાથમાં બેનર, ધજા પતાકા સાથે ગોવર્ધન મંદિર પ્રભાત થઈને સુખધામ પરત આવી હતી. સર્વોત્તમ સ્તોત્ર નો પાઠ સમૂહમાં કરીને ધન્યતા અનુભવી હતી એટલું જ નહીં પવિત્ર પવન અગિયારસના દિવસે હવેલીમાં આવેલા ગીરીરાજ મંદિરમાં ગીરીરાજધરણ શ્રીજી તુમ્હારે શરણ એમ દૂધની ધારા કરવા માટે વૈષ્ણવો ની કતારો જામી હતી સાક્ષાત વ્રજ ગોવર્ધન જતીપુરા ધામમાં વાતાવરણ , નિશુલ્ક દંત ચિકિત્સા કેમ્પ પ્રિયલ ડેન્ટલ કેર દ્વારા યોજવામાં આવ્યો સંખ્યાધિક લોકોએ ભાગ લઈને દાંત નું નિદાન કરાવ્યું હતું. ઉપરાંત ભૂખ્યાને ભોજન તરસ્યાને જલ એમ જરૂરીયાત મંદો ને હવેલી ખાતેથી મહાપ્રસાદિ રૂપે તૈયાર શાક પુરી બુંદી પ્રસાદી સ્વરૂપ સુખધામના નીજ સેવકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની રંગારંગ ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વાકપતિ ફાઉન્ડેશનના કાર્યકરો, સુખધામ ,બેઠક મંદિરના નિજ સેવકો વિવિધ વૈષ્ણવ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને સમાજ અનોખી રીતે ઉજવણી કરી ભાવુક બની ધન્યતા અનુભવી હતી.