National
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, મુંબઈનો ૫૬ મો પાટોત્સવ ભક્તિ ભાવપૂર્વક યોજાયો
પ્રેસનોંધ
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય
જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર મુંબઈનો ૫૬ મો પાટોત્સવ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આર્ધઆચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા મૂર્તિઓની ષોડશોપચાર વિઘિથી પૂજન અર્ચન કરી અન્નકૂટ આરતી ઉતારવામાં આવી હતી.
આ પ્રસંગે દ્વિદિવસીય કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમુહ પારાયણ, ભજન સંધ્યા વિગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા. આ પાવનકારી અવસરે શ્રી સ્વામિનારાયણ મંદિર મુંબઈના મહંત દિવ્યદર્શનદાસજી સ્વામી તથા વરિષ્ઠ સંતમંડળ તથા મહાન સંગીતકાર વીજુ શાહ કલ્યાણજીભાઈ વિગેરે મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ. પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે મનુષ્યે સંસ્કાર શિક્ષણે યુકત જીવન જીવવું. જીવનમાં કથા વાર્તાનું અંગ રાખવું. ઘણી મોટી સંખ્યામાં હરિભક્તોએ ભકિતભાવપૂર્વક લાભ લીધો હતો.
મહંત દિવ્યદર્શનદાસજી સ્વામી