Connect with us

Gujarat

૭૭માં સ્વાતંત્ર્ય દિનની જીલ્લા કક્ષાની ઉજવણી કવાંટ ખાતે કરવામાં આવશે

Published

on

The 77th district level celebration of Independence Day will be held at Kawant

પ્રતિનિધિ, કાજર બારીયા

વિશ્વ આદિવાસી દિનની ઉજવણી ૯ ઓગસ્ટના રોજ જીલ્લામાં ત્રણ જગ્યાએ ઉજવાશે

Advertisement

આજ રોજ કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાના ઉત્સવોની ઉજવણી માટે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ૭૭મ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી આ વખતે કવાંટની ઈએમઆરએસ સ્કુલમાં યોજવામાં આવશે. જયારે આ વખતે રાજ્યકક્ષા ની સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી વલસાડ ખાતે યોજવામાં આવશે. કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ મીટીંગમાં તમામ સંલગ્ન કચેરીઓના અધિકારીઓને કલેકટર દ્વારા અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ ૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી છોટાઉદેપુરના સ્વમીનારાયણ હોલમાં, જેતપુર વિધાનસભાની ઉજવણી કવાંટના સૈડીવાસણમાં અને સંખેડાની ઉજવણી ડીબી પારેખ સ્કુલ આમ ત્રણ અલગ અલગ વિધાનસભા પ્રમાણે ત્રણ સ્થળો પર યોજાવાની છે. જયારે રાજ્ય કક્ષાની ઉજવણી તાપી જીલ્લામાં યોજાનારી છે. કલેકટરે આ બાબતે અનુશાંગીક વ્યવસ્થાઓ કરવા અધિકારીઓને સુચન કરેલ છે.

The 77th district level celebration of Independence Day will be held at Kawant

ઉલ્લેખનીય છે કે આઝાદી કા અમૃત મહોત્સવની પુર્ણાહુતી કરવાની હોઈ મેરી મીટ્ટી મેરા દેશ બેનર હેઠળ વિવિધ પ્રવૃતિઓ કરવાની છે જેમાં ૯ ઓગસ્ટ થી ૧૪ ઓગસ્ટ રોજ ઓછામાં ઓછી ૧૦ ગ્રામ પંચાયતોમાં મેરી મીટ્ટી મેરા દેશ અંગેના કાર્યક્રમો થનારા છે. ઉપરાંત આ વખતે ગયા વર્ષની જેમ હર ઘર તિરંગા પ્રોગ્રામ પણ કરવાનો છે. તેમજ દીવો અને માટી હાથમાં લઈ સેલ્ફી અપલોડ કરવાની છે.

Advertisement
error: Content is protected !!