Gujarat

નવસારી ખાતે મુફ્તી સૈયદ અમિરુદ્દીન જીલાની (ર.અ) નાં ૯૪ માં વાર્ષિક ઉર્ષની ઉજવણી કરાઇ.

Published

on

કાદીર દાઢી અવધ એક્સપ્રેસ હાલોલ

નવસારી ખાતે આવેલ ખાટકીવાડ મસ્જિદમાં આરામ ફરમાવતા મુક્તિએ ગુજરાત સૈયદ અમીરે મિલ્લતના ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં ઉર્ષ નાં પ્રથમ દિવસે ડબગરવાડ બજમે અમીરે મિલ્લત ખાતેથી નગરના મુખ્ય માર્ગો પર સંદલ શરીફનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું.મુક્તિ સૈયદ અમીરુદ્દીન જીલાની (ર.અ) મહાન સુફી સંત ઇસ્લામના વિજ્ઞાન અને લોકસેવા તેમજ ભાઈચારા માટે જાણીતા સંત છે.આ ઉર્ષ પ્રસંગે વડોદરા ની રાતીબે રિફાઈ અને મિલાદ કમિટીઓ આવી હતી.જુલુસમાં વિવિધ દરગાહના રોજાઓની ઝાંખીઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.

Advertisement

જ્યારે રાજમાર્ગો પરથી પસાર થતાં નવસારીના ગોલવાડ સ્થિત સમસ્ત રાણા સમાજે તેમજ સ્થાનિક મુસ્લિમ બિરાદારો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.જ્યારે જુલુસ નગરમાં ફરી પરત દરગાહ ખાતે પહોંચ્યું હતું.જેમાં મુક્તિ સૈયદ અમીરુદ્દીન જિલાની (ર.અ) ના પપોત્ર અને વડોદરાના ખાનકાહે એહલે સુન્નતનાં ગાદીપતિ અને કાજીએ ગુજરાત સૈયદ મોયુનુદ્દીન બાબા સાહેબના હાથોથી દરગાહ ખાતે સંદલ શરીફ તેમજ ચાદર ગુલપોશીની રસમ અદા કરવામાં આવી હતી.અને સાંજે ડબગરવાડ માં રાતિબે રીફાઈ નો ભવ્ય જલસો યોજાયો હતો.ત્યારબાદ સલાતો સલામ અને દુવા અને લંગરની વહેચણી કરવામાં આવી હતી.જેમાં ગાદીપતિ સૈયદ મોઈનુદ્દીન બાબા કાદરી,સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી,સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી, સૈયદ તાજુદ્દિંન બાબા કાદરી, સૈયદ જિયાઉદ્દિંન બાબા કાદરીની ઉપસ્થિતિમાં ધાર્મિક પરંપરા ગત ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટયા હતાં.

  • સદર ઉર્શ શરીફ ની ઉજવણી નવસારી ઉપરાંત સેલવાસ સજણ બીલીમોરા સુરત અંકલેશ્વર ભરૂચ વડોદરા હાલોલ કાલોલ અમદાવાદ વિગેરેથી વિશાળ સંખ્યામાં જન સમુદાયે હાજરી આપી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા
  • સૂફીવાદના મહા ઉપદેશક નવસારીના સુપ્રસિદ્ધ સુફી સંત ખ્વાજા અમીરુદ્દીન જીલાની (રદી ) ના ૯૪ માં વાર્ષિક ત્રિદિવસીય ઉર્ષની દબદબા ભરે ઉજવણી
  • નવસારીના ગોલવાડ સ્થિત સમસ્ત રાણા સમાજે તેમજ સ્થાનિક મુસ્લિમ બિરાદારો દ્વારા ભવ્ય સ્વાગત
  • વડોદરાના ખાનકાહે એહલે સુન્નતનાં ગાદીપતિ અને કાજીએ ગુજરાત સૈયદ મોઈનુદ્દીન બાબા સાહેબના હસ્તે દરગાહ ઉપર સંદલ શરીફ તેમજ ચાદર ગુલપોશીની રસ્મ અદા કરવામાં આવી
  • સૈયદ મોઈનુદ્દીન બાબા કાદરી,સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી,સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી, સૈયદ તાજુદ્દિંન બાબા કાદરી, સૈયદ જિયાઉદ્દિંન બાબા કાદરીની ઉપસ્થિતિમાં ધાર્મિક પરંપરા ગત ઉજવણી કરવામાં આવી

Trending

Exit mobile version