Surat
સુરતના હત્યાના ગુનામાં સંડોવાયેલો ફરાર આરોપી 10 વર્ષ બાદ છતીસગઢથી ઝડપાયો

સુનિલ ગાંજાવાલા
ક્રાઇમ સિટી બનેલું સુરત શહેર જેમાં એક બાદ એક ગુનાઓ સામે આવી રહ્યા છે. આ વચ્ચે સુરત પોલીસે 2013માં બનેલી ઘટનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે છતીસગઢથી આરોપી સંજય ઉર્ફે સૌરભ યદુવંશી જયકરણ યાદવને ઝડપી પાડ્યો છે.પકડાયેલા આરોપી સામે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં વર્ષ 2013માં હત્યાનો ગુનો નોંધાયો હતો અને ત્યારથી તે ફરાર હતો.
આરોપી 10 વર્ષ બાદ પકડાયો છે. વધુમાં આરોપી શહેરના ટોપ 16 વોન્ટેડ આરોપી પૈકીનો એક હતો તેમજ તેને પકડવા પર સુરત પોલીસ કમિશ્નર દ્વારા 20 હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.