Uncategorized

કોઝવે નું ખાત મુહૂર્ત ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

અવધ એક્સપ્રેસ, તા. ૨૩

Advertisement

જેતપુરપાવી નાં  ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાના હસ્તે હસ્તે તેમના મત વિસ્તારમાં રૂા. ૩૦ લાખના વિકાસ કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે.

બોડેલી તાલુકાનાં સડદ્રિ તેમજ પ્રતાપ નગર ગામે રાયમુનિ મહારાજને ત્યાં કોઝવે નું કામ રૂ.૩૦ લાખના ખર્ચે કરવામાં આવનાર કામોનું ખાત મુહૂર્ત આજરોજ ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેને પગલે હવે આગામી સમયમાં આ વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે.

Advertisement

બોડેલી તાલુકાના સડદ્રિ તેમજ પ્રતાપ નગર ગામના લોકોની માંગને પગલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કોઝવેનુ કામ મંજુર કરાવ્યું હતું, જે રૂા. ૩૦ લાખના ખર્ચે નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. સડદ્રિ તેમજ પ્રતાપ નગર ગામે આ કોઝવે નાં ખાતમુહૂર્ત અવસરે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા સદસ્યો, પ્રમુખો, સરપંચો, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version