Surat
ઓરિસ્સામાં દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલો આરોપી સુરતમાંથી ઝડપાયો

સુનિલ ગાંજાવાલા
કાનુન કે હાથ લંબે હોતે હૈ’ આ વાતને સાર્થક કરતો એક કિસ્સો આજ રોજ સુરતમાં સામે આવ્યો છે. ઓરિસ્સામાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલો આરોપી સુરતમાંથી ઝડપાયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને સુરતમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરત ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે, ઓરિસ્સાના ગંજામ જિલ્લાના કબીસૂર્યનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ ગુનામાં સંડોવાયેલો આરોપી સુરત શહેરમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છેઆ બાતમી મળતા જ તેના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી પાંડેસરા લક્ષ્મીનગર સોસાયટી પાસેથી આરોપી નારાયણ વિજયભાઈ શેટ્ટી [ઉ.24] ને ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આરોપીએ પોતે સહઆરોપી લલિત ભગવન શેટ્ટી સાથે મળી મહિલાના ઘરમાં ઘૂસી પોતાના જ ગામના વતની અને મિત્રની પત્નીને ધાકધમકીઓ આપી દુષ્કર્મ આચર્યું હતું અને આ અંગે કબીસુર્યનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીની ધરપકડ કરી તેનો કબ્જો કબીસુર્યનગર પોલીસ સ્ટેશનને સોપવાની તજવીજ હાથ ધરી હતી.