Connect with us

Gujarat

દુષ્કર્મના આરોપીને 20વર્ષ કેદ અને રૂપિયા 50 હજાર નો દંડ ફટકાર્યો

Published

on

સાવલી ની સ્પેશિલપોકસો કોર્ટમાં  સાવલી પોલીસ મથકે 2021 ની સાલ માં નોંધાયેલ દુષ્કર્મ ની ફરિયાદ નો કેસ ચાલી જતાં આરોપી કમલેશ વસાવા ને પોકસોએક્ટ હેઠળ આરોપીને 20વર્ષ કેદની સજા અને રૂપિયા 50 હજાર નો દંડ ફટકાર્યો છે

વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે 2021 ની સાલમા સાવલી તાલુકાના લોટના ગામે રહેતી 17 વર્ષય સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યા સહિત અન્ય ઇપીકો મુજબની ફરિયાદ નોંધાઇ હતી જેનો કેસ સાવલી ની સ્પેશિયલ પોકસો કોર્ટ માં ચાલી જતાં સરકારી વકીલ સી.જી પટેલે આરોપીએ આચરેલ દુષ્કર્મના ગંભીર ગુનાં બાબતે કરેલ ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોકસો કોર્ટ ના જજ  જે,.એ ઠક્કરે આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો  અને સમાજ માં દાખલા રૂપ ચુકાદામાં દુષ્કર્મ આચરનાર આરોપી કમલેશ રાજેન્દ્રભાઈ વસાવા. ને દુષ્કર્મ ના કેસ માં 20 વર્ષ અને રૂપિયા 50,000 ના દંડ સહિત ઇ.પી.કો  ની વિવિધ કલમો હેઠળ 5 અને 3 વર્ષ કેદ તેમજ 5 અને 3 હજાર રૂપિયા દંડ એમ કુલ 28 વર્ષની સજા અને રૂપિયા 58હજારનો દંડ ફટકાર્યો છે અને આરોપી દંડ ની રકમ કોર્ટ ને ભરપાઈ કરે તો એ રકમ પીડિતા ને ચૂકવવા હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા  ડિસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટી ને ચારલાખ રૂપિયાનું વિકટીમ કોમ્પોશેષન ભોગબનનાર મહિલા ને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે

Advertisement

Continue Reading
Advertisement
error: Content is protected !!