Chhota Udepur
દુષ્કર્મ કેસમાં આરોપીને ૧૦ વર્ષની સજા ફટકારાઇ

પ્રતિનિધી, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
પાવી જેતપુર તાલુકાના એક ગામની યુવતી નજીકના ગામમાં ભણવા જતી વખતે રસ્તામાં આરોપી યુવકે યુવતી ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસમાં બોડેલી સેશન્સ કોર્ટે આરોપીને ૧૦ વર્ષ કેદ અને રૂ. ૨૦ હજારના દંડની સજા ફટકારી છે.
પાવી જેતપુર તાલુકાના એક ગામની યુવતી બાજુના જ બોડેલી તાલુકાના ગામમાં અભ્યાસ કરવા જતી હતી. ત્યારે ૧૨/૧૦/૨૦૨૧ના રોજ સવારના અગિયાર વાગ્યાના અરસામાં એક હાર્દિકભાઈ બાબુભાઈ રાઠવા નામનો યુવક
આવીને યુવતીને રસ્તામાં રોકીને હાથ પકડીને ખેંચીને લઈ જતી વખતે યુવતીએ પોતાની સહેલીને માતાને ફોન કરીને જાણ કરવાનું કહ્યું હતું. યુવકે યુવતીને કપાસના ખેતરમાં લઈ જઈ બે વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારે યુવતીની માતા આવી ક્યાં યુવક ત્યાંથી ભાગી ગયો હતો અને યુવતીએ બોડેલી પોલીસ મથકે યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદની કેસ બોડેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમારની ધારદાર દલીલોને ધ્યાનમાં લઇને નામદાર સેશન્સ કોર્ટે આરોપીને બે વર્ષના જ સમયગાળામાં આરોપીને બે વર્ષની કેદ અને રૂ. ૨૦ હજારના દંડની સજા ફટકારી છે. બોડેલી સેશન્સ કોર્ટ દ્વારા બે દિવસમાં જ ગંભીર ગુનામાં સજા ફટકારવાના કિસ્સા સામે આવ્યા છે.