Gujarat

નાસિકમાં 14 કિલો સોનુ ચોરી કરનાર આરોપી હાલોલમાંથી ઝડપાયો

Published

on

મહારાષ્ટ્ર રાજ્યના નાસિક શહેરમા આવેલી આઈસીઆઈસીઆઈ બેંન્કના લોકર તોડીને 14 કિલો સોનુ ચોરી જવાને મામલે નાસિક પોલીસની ગુંડા સ્કોર્ડની ટીમે બાતમીના આધારે એક આરોપીને હાલોલના ગાયત્રી નગર પાસે આવેલા ઝાડી ઝાંખરીઓમા ફિલ્મી ઢબે પીછો કરીને દબોચી લીધો હતો. આ ગુનાનો એક આરોપી ભાગી જવામા સફળ રહ્યો હતા. નાસિક પોલીસે આરોપીઓની કાર પાછળ તેમની પોલીસવાન દોડાવતા એક સમયે ફિલ્મી દ્શ્યો સર્જાયા હતા, સ્થાનિક પોલીસનો પણ સહયોગ સાપંડ્યો હતો.બનાવના સ્થળે લોકોના ટોળા પણ એકત્ર થયા હતા. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,

પોલીસસુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તા ૪/૫/૨૪ ના રોજ મહારાષ્ટ્ર ના નાસિક શહેરમા આવેલી આઈસીઆઈસીઆઈ બેંક ના લોકર તોડી ૧૪ કિલો સોનાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોધાઈ હતી. આ મામલે મહારાષ્ટ્રના નાસિક પોલીસે સ્પેશિયલ ટીમ બનાવી હતી.આ મામલે અગાઉ ટીમે બેન્કના સિક્યુરીટી સહીત બે આરોપીઓને દબોચી લીધા હતા, પણ અન્ય બે આરોપીઓ ફરાર હતા. આ ફરાર આરોપીઓના મોબાઈલ ટ્રેસ કરતા તેઓ લોકેશન બદલતા રહેતા હતા.આથી પોલીસટીમને આરોપીઓ ને પકડવામા મુશ્કેલી પડી રહી હતી પણ તેઓએ હાર માની ન હતી,આખરે આ આરોપીઓ બેંગ્લોર,જયપુર થઈને ગુજરાતના પંચમહાલના હાલોલમા આવ્યા હોવાની વિગતો બહાર આવી હતી.

Advertisement

આથી પીઆઈ જ્ઞાનેશ્વર મોહીતે, તેમજ ચાર પોલીસ કર્મચારીઓ વિજય સુર્યવંશી,પ્રવિણ ચૌહાણ, પ્રદિપ ઠાકોર હાલોલમા આવીને આ આરોપીઓ વોચ રાખી રહ્યા હતા. તે સમયે હાલોલ બાયપાસ રોડ પર આવેલી એક હોટલ પાસે મહારાષ્ટ્ર પાર્સિગની સ્વીફટ કારમા સ્પીડમા ભાગી હતી. પોલીસે તેમનો ફિલ્મી ઢબે પીછો કરતા ગાયત્રી નગર માં ઝાડીઓમાં કાર મૂકી આરોપીઓ ભાગ્યા હતા. પોલીસે પણ તેમનો પીછો કરતા સતીષ ચૌધરી નામ ના આરોપીને દબોચી લીધો હતો.હાલમા બે આરોપીઓ ભાગી જવામા સફળ રહ્યા હતા.બનાવને લઈને ગાયત્રીનગરમા લોકોના ટોળાઓ એકત્ર થઈ ગયા હતા.

આરોપીને હાલોલ પોલીસમથકે લાવામા આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલે જરુરી કાર્યવાહી કરવામા આવી હતી. આ અગાઉ બે આરોપી ને ઝડપી પડ્યા છે અન્ય બે ફરાર હતા તેમાંથી આજે એક ઝડપાઇ ગયો હતો. પકડાયેલા આરોપીઓ પાસે બેંકમાંથી ચોરી કરવામાં આવેલા સોનાના દાગીના ક્યાં છે ? અને કોની પાસે છે ? તે અંગે પોલીસને હજી કોઈ જાણકારી મળી નથી. નાસિકમાં થયેલી એક હત્યાના તાર પણ આરોપી સાથે સંકળાયેલા હોવાની વિગત સાપડી છે.

Advertisement

Trending

Exit mobile version