Gujarat

અગીયાર માસથી નાસતા ફરતા આરોપીને દામાવાવની જાંબાઝ પોલીસે ઝડપી પાડ્યો

Published

on

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી, તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, તથા નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ, સર્કલ પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.સંગાડા નાઓએ વધુને વધુ નાસતા ફરતા આરોપીઓને પકડવા આપેલ સુચના અને માર્ગદર્શન આપેલ તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ડ્રાઇવ ચાલતી હોય જે આધારે દામાવાવ પો.સ્ટે ખાતેથી જુદી જુદી ટીમો બનાવી વોચ માં હતા તે દરમ્યાન ડી.એચ.રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેકટર દામાવાવ નાઓને ચોકકસ બાતમી મળી હતી કે છેલ્લા અગિયાર માસ થી ફરાર દેવેન્દ્ર બારીઆ નામનો આરોપી ઘરે આવેલ છે તેથી દામાવાવ પોલીસે કોઠાસૂઝ થી આયોજન કરતાં આરોપીને પકડવામાં સફળતા મળી હતી

દેવગઢ બારીયા પો.સ્ટે પાર્ટ સી ગુ.ર.નં.૦૧૦૦/૨૦૨૩ પ્રોહી એકટ કલમ ૬૫(ઇ), ૧૧૬(બી), ૯૮(૨) મુજબના કામનો નાસતો ફરતો આરોપી દેવેન્દ્રભાઈ સોમાભાઈ બારીઆ રહે.ચાઠા તા.ઘોઘંબા જી.પંચમહાલ નાનો અગીયારેક માસથી નાસતો ફરતો હોય અને બહાર ગામ મજુરી કામે જતો રહેલ હોય અને પો.સ.ઈ ડી.એચ રાઠોડ નાઓને ચોકકસ બાતમી મળેલ કે ઉપરોકત આરોપી હાલમાં તેના ઘરે આવેલ હોય જે હકીકત આધારે દામાવાવ પો.સ્ટેના માણસોને તપાસમાં મોકલી આપતા ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સની મદદથી ઉપરોકત આરોપી તેના ઘરેથી મળી આવતા તેને હસ્તગત કરી આરોપીનો કબજો દેવગઢ બારીયા પો.સ્ટે ખાતે સોંપવા આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.

Advertisement

Trending

Exit mobile version