Kheda
વાડદ ખાતે બસ સ્ટેન્ડમાં વર્ષો જૂનું દબાણ હટાવવામાં આવ્યું
(રીઝવાન દરિયાઈ દ્વારા ખેડા,ગળતેશ્વર)
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાડદ ખાતે બસ સ્ટેન્ડમાં વર્ષોથી ખાનગી ફેમસ ભજીયા હાઉસના દુકાનદારે ગેરકાયદેસર રીતે પોતાની મનમાની કરીને એસટી પીકઅપ સ્ટેન્ડમાં અને બહારના ભાગે પાક્કું ચણતર કરી ઓટલો બનાવી દેતા વાડદ ગામથી નજીકના ચાર પાંચ ગામના ગ્રામજનોને ઉનાળા,શિયાળામાં અને ચોમાસાના વરસાદમાં ઉનાળાની ગરમીમાં રાહદારીઓને પીકઅપ સ્ટેન્ડમાં આરામ કરવાની જગ્યાએ વાડદના પઠાણ કાલુખાન હુસેનખાન અને તેમના પરિવારજનો એ ફેમસ ભજીયાના નામે ભજીયા અને ચા સમોસા વેચવા માટેની પાક્કી ચણતર અને પીકપ સામે લોખંડમાં પતરા નાખી છેલ્લા 20થી વધુ વર્ષથી સરકારી જમીન ઉપર દબાણ કરતા વાડદ ગામના જાગૃત નાગરિક દીવાન મજિતમિયાએ ગુજરાત મુખ્યમંત્રી ,ખેડા જિલ્લાના કલેકટર, મા અને મ વિભાગ ડાકોરના અધિકારીઓને ગળતેશ્વર તાલુકાના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ગળતેશ્વર તાલુકાના પોલીસ સ્ટેશન સ્થાનિક વાડદના વહીવટદાર અને તલાટીને છેલ્લા ત્રણ મહિનાથી દબાણ હટાવવા લેખિત અરજીઓ કરી હતી ફેમસ ભજીયાવાળા દુકાનદારની સાથે પિકપ સ્ટેન્ડની બાજુમાં દીવાન આબીદશા શતાશાહ અને સૈયદ મુનિજીરઅલી એ પણ દબાણ કરેલા ગલ્લાના કેબીન વહીવટી તંત્ર અને પોલીસ કાફલાની હાજરીમાં તેમની કટલરીની દુકાનો હટાવી લેવામાં આવી હતી
વાડદમાં છેલ્લા 20 વર્ષ પછી આજે પિકપ સ્ટેન્ડ રોડ ઉપર દબાણ હટી જવાથી ખુલ્લું જોવા મળ્યું હતું આજે ગળતેશ્વર તાલુકાના PSI એમ.એચ રાવલ ,કાફલા સહિત વાડદ ગામે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દબાણ હટાવ્યું હતું ગળતેશ્વર તાલુકાનું વહીવટી તંત્ર પણ આ વર્ષોનું દબાણ દૂર કરાવવા માટે તાલુકા પંચાયતના સર્કલ ઇન્સ્પેક્ટર વી.ટી.પટેલ, નાયબ મામલતદાર,એ.ટી.વી.ટી એમ.એન પઠાણ,માં અને મ વિભાગના ઈંજીનીયર ડાકોર,વહીવટદાર કિરીટભાઈ બારીયા,તલાટી રાજેશ બારીયાની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યું હતું