Gujarat
ગુજરાત મોલેસલામ ગરાસિયા પ્રગતિ મંડળ ની વાર્ષિક કારોબારી સભા યોજાઈ
( અવધ એક્સપ્રેસ દ્વારા)
સાવલી તાલુકાના ટુંડાવ ગામે ગુજરાત મોલેસલામ ગરાસિયા પ્રગતિ મંડળ ની વાર્ષિક કારોબારી સભા યોજાઈ હતી જેમાં સમાજ ની ઉન્નતિ માટે વિવિધ ઠરાવો અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
સાવલી ના ટુંડાવ ગામે એક ખાનગી ફાર્મ હાઉસ માં ગુજરાત મોલેસલામ ગરાસિયા પ્રગતિ મંડળ ની કારોબારી ની મીટીંગ યોજાઈ હતી સમગ્ર ગુજરાત માં આશરે ૧૫ લાખ થી વધુ મો ગરાસિયા ની વસ્તી છે અને વિવિધ ક્ષેત્રોમાં પોતાના સમાજ ને ગૌરવ અપાવતા હોદ્દા પર બિરાજમાન છે અને અન્ય સમાજોની જેમ ગરાસિયા સમાજ માટે પણ પ્રગતિ મંડળ ના નામે સંસ્થા કાર્યરત છે જે પોતાના સમાજ ને અન્ય સમાજ ની હરોળ માં ઉભા રહેવા માટે અને સમાજ ના તેજસ્વી તારલા ઓ ને પ્રોત્સાહન આપવા તેમજ સ્કૂલ કોલેજો નું નિર્માણ કરીને સમાજને શિક્ષિત અને આદર્શ ભારતીય બનાવવાનો મુખ્ય હેતુ છે જેના ભાગરૂપે આજે ટુંડાવ ગામે મળેલ કારોબારી સભામાં કેટલાક મહત્વના સૂચનો અને નિર્ણયો લેવાયા હતા અને વિવિધ સમાજ લક્ષી મુદ્દાઓ પર છણાવટ કરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ ભરૂચ મુકામે આગામી ૨૪/ ૧૧/ ૨૦૨૪ ના રોજ સમગ્ર ગુજરાત ના ગરાસિયા સમાજ ના તેજસ્વી તારલા ઓ ના સન્માન સમારંભ યોજવાનો મુખ્ય રીતે નક્કી કરવામાં આવ્યું છે. આ સમયે સમગ્ર ગુજરાત ના મોલેસલામ સમાજના અગ્રણી ઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા અને સમાજની પ્રગતિ અને ઉન્નતિ માટે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા આ પ્રસંગે ગુજરાત ગરાસિયા પ્રગતિ મંડળ પ્રમુખ રફિકભાઈ રાણા કારોબારી ઉપાધ્યક્ષ ડો પ્યારેસાહેબ રાઠોડ મંત્રી અબ્દુલ ભાઈ ચૌહાણ સહિત સંગઠન અને કારોબારીના સભ્યો તેમજ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા