Panchmahal

હાલોલ માં ફસ્ટ સ્ટેપ પ્રી સ્કૂલનો વાર્ષિકોત્સવ ઉજવાયો

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા)
હાલોલ ની વૃંદ્રાવન સોસાયટીમાં આવેલ ફસ્ટ સ્ટેપ પ્રી સ્કૂલનો વાર્ષિકોત્સવ આનંદ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો સૌપ્રથમ ગણેશ વંદના નો ક્લાસિકલ ડાન્સ રજૂ કર્યા બાદ મુખ્ય અતિથિ દ્વારા સરસ્વતી દેવીની તસવીર સામે દીપ પ્રાગટ્ય બાદ વાર્ષિકોત્સવના કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પધારેલ આનંદ તન્ના એ તેમના પ્રવચન માં જણાવ્યુ હતું કે તમારા બાળકને સરળતા થી અને સહજતાથી તેમની તમામ માગણીઓને સ્વીકારશો નહીં તેને તેના પગ પર ઉભા રહે તેવું શિક્ષણ આપવું હોય તો અન્ય બાળકો સાથે પણ તેની સરખામણી કરશો નહીં સોનાને યોગ્ય ઘાટ આપવો હોય તો કારીગર દ્વારા તેને તપાવવામાં આવે છે બાદમાં તેને બુદ્ધિપૂર્વક ટીપીને યોગ્ય ઘાટ આપવામાં આવે છે ત્યારબાદ તે સોનાનું યોગ્ય મૂલ્ય મળે છે તેમ તમારા બાળકોને પણ યોગ્ય શિક્ષણ સમજ આપવા માટે તેને ટપારવો પડશે બાદમાં વિવિધ કાર્યક્રમો ની રજૂઆત કરવામાં આવી હતી જેને વાલીઓ અને પ્રેક્ષકોએ તાલીઓના ગડગડાટથી વધાવી હતી

 

Advertisement

રંગબેરંગી સ્ટેજ પર નાના નાના ભૂલકાઓ દ્વારા અને ભૂલકાઓ સાથે તેમની માતાઓએ પણ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા તથા બહાર થી આવેલા હિન્દી ભાષી શિક્ષિત વર્ગ ના વાલીઓને હાલોલ માં સારી પ્રી સ્કૂલ ની શોધ હતી અંતમાં તપાસ કરતાં તેઓને લીના ઠક્કર શાહ મેડમ દ્વારા ચલવ્વ્માં આવતી પ્રી સ્કૂલ નુ નામ અગાઉ અનુભવ મેળવેલ વ્યક્તિઓ દ્વારા સૂચવવામાં આવ્યું અને તેમના સંતાનો ને ફસ્ટસ્ટેપ પ્રી સ્કૂલ માં એડમિશન લીધા બાદ સ્કૂલ તરફથી આપવામાં આવતી સેવાઓ સુવિધાઑ અને બાળકો પ્રત્યે ની કાળજી જોઈને આવા વાલીઓ ને વિશ્વાસ થયો હતો કે આ સ્કૂલ માં આપળુ બાળક સલામત છે અને શિક્ષણ સાથે સંસ્કાર પણ સારી રીતે મળ્યા નો અનુભવ વાલીઓએ વર્ણવ્યો હતો બાદ માં મુખ્ય મહેમાનો વાલીઓ ભાઈઓ બહેનો શિક્ષકો અને એન્કરિંગ કરનાર બહેનનો આભાર માની કાર્યક્રમને વિરામ આપ્યો હતો

  •  નાના ભૂલકાઓ દ્વારા અને ભૂલકાઓ સાથે તેમની માતાઓએ પણ સુંદર સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કર્યા
  •  હાલોલ ની વૃંદ્રાવન સોસાયટીમાં આવેલ ફસ્ટ સ્ટેપ પ્રી સ્કૂલનો વાર્ષિકોત્સવ આનંદ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો
  •  સ્કૂલ ના આચાર્ય મેડમ ની કાર્યશૈલી ને વખાણતી વિડિઓ ક્લિપ બાળકો ના વાલીઓ દ્વારા મોકલવામાં આવી હતી
  •  ટીચિંગ અને નોનટીચિંગ સ્ટાફને પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતુ

Trending

Exit mobile version