Panchmahal
જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ના પેપર ફૂટતા કોંગ્રેસ લાલઘૂમ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ તાજેતરમાં યોજવામાં આવેલ જુનિયર ક્લાર્ક ની લેખિત પરીક્ષા ના પેપર ફૂટતા પરીક્ષામાં મોકૂફ રાખવાને કારણે નવલાખ ઉપરાંત પરીક્ષાર્થીઓની ગરીબ મધ્યમ વર્ગના પરિવાર ઉપર બિનજરૂરી આર્થિક નુકસાન થતાં તેમ જ પરીક્ષાથીઓ ની લાંબા સમયની તૈયારીઓ ખરીદેલા પુસ્તકો અભ્યાસ તમામ બાબતો પર પૂર્ણવિરામ લાગતા આવા પરીક્ષાથીઓ તેમજ તેમના પરિવારજનોમાં ભારે નિરાશા આક્રોશ અને નારાજગી વ્યાપી જવા પામેલ રાજ્યમાં પાછલા ઘણા વર્ષોથી પેપર ફૂટવાની ઘટનાઓ પેપરો લીક થઈ જતા યુવા બેરોજગારો નો સરકાર ઉપર વિશ્વાસ રહ્યો નથી.
ત્યારે ગોધરા ખાતે કોંગ્રેસ દ્વારા અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓનું પેપર ફૂટવાની ઘટનાઓમાં સખત વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કરી મુખ્ય આરોપીઓને સખત સજા થવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન સાથે રાજ્યપાલને રજૂઆત કરતું આવેદનપત્ર પંચમહાલ જિલ્લા ના કલેક્ટરને સુપ્રત કરવામાં આવેલ હતું જેમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ અજીતસિંહ ભાટી ગોધરા શહેર કોંગ્રેસ પ્રમુખ સિદ્ધિભાઈ ચલાલી વાળા પ્રદેશ પ્રતિનિધિ રફીક તિજોરી વાલા યુવા કોંગ્રેસ પ્રમુખ મિકી જોસેફ લઘુમતી જિલ્લા પ્રમુખ ઈમ્તિયાઝ સુજેલા તાલુકા પ્રમુખ આર એન પટેલ કોંગ્રેસ અગ્રણી અનીશ બારીયા દુષ્યંતસિંહ ચૌહાણ અશોક ઉપાધ્યાય ભૂપેન્દ્રસિંહ ખેર કિરણભાઈ પરમાર આબિદ શેખ રુલ અમીન મેદા અહેમદ ભોભા ચિરાગ કવર રાહુલ સહિત આગેવાનો કાર્યકરો હોદ્દેદારો વગેરે જોડાયા હતા