Editorial
ઋતુઓના રાજા વસંતની પધરામણી ખાખરના વૃક્ષ ઉપર કેસુડાઓનું આગમન
ઋતુઓના રાજા વસંતના આગમન સાથે વનરાજીઓમાં ખાખરના વૃક્ષ ઉપર કેસુડાઓનું આગમન થતાં વનરાજીના સૌંદર્યમાં વધારો થયો છે કેસુડાના ફૂલ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ખૂબ જ ગુણકારી છે આદિવાસી મહિલાઓ પ્રસુતિ બાદ શરીરમાં ગરમાવો રહે તે માટે કેસુડાના પાણીથી સ્નાન કરે છે તથા તેમના નવજાત સંતાનોને પણ પાણીથી સ્નાન કરાવે છે
આ ઉપરાંત પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં હોળી અને ધુળેટી ના તહેવારમાં કેસુડાના પાણીથી રંગોત્સવ ઉજવ્વા મા આવે છે કેસુડાની ગરમીથી ભક્તોમાં કફ અને શરદી ના રોગમાં રાહત મળે છે કેસુડો મોટાભાગના સરદીય રોગો માટે ઉપકારક છે એવું આયુર્વેદના નિષ્ણાતો જણાવે છે