Panchmahal
અમેરિકાથી આવેલ અત્તરવાલા પરિવાર સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના મહેમાન બન્યા
પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં કેટલાય વર્ષોથી બહારપૂરા સ્લમ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ કરાવલમા આવે છે.
આજ રોજ અમેરિકાના વહીદાબેન અત્તરવાલા, અબ્બાસભાઈ અત્તરવાલા તેમનો પુત્ર ઈમરાન અને જેનબ અત્તરવાલા તથા અબ્બાસભાઈ વલી ગોધરામા મફત શિક્ષણ ક્લાસ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સાથે એક મુલાકાત કરી હતી આટલા દુર થી આવા સંજોગોમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મળવું એક ગોધરાના સૌવ સમાજ માટે ગૌરવની વાત છે
અવી એક અનોખી સિધ્ધિ સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના શીળે આવે છે આવી ક્લાસ એક માત્ર ગોઘરા મા બહારપૂરામા ચાલે છે જેમાં શિક્ષણ લેતાં 160 થી વધુ બાળકોને મફત શિક્ષણ સાંજે 5: 30 કલાકે આપવામાં આવે છે જેમા સેકડો બાળકોએ શિક્ષકશ્રી ઈમરાનભાઈ પાસેથી શિક્ષણ મેળવી કોલેજ સુથી અભ્યાસ કરે છે દરેક બાળકોને શિક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ઈતર પ્રવૃત્તિ શૈક્ષણિક પ્રવાસ, ઈનામી વિતરણ વિના મુલ્ય કરવામાં આવે છે
અમેરિકાથી ભારત આવેલ અત્તરવાલા પરીવારના સભ્યો દંગ રહી ગયા આવા સંજોગોમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ આપવું અને આટલાં વર્ષોથી આપવુ અમારાં માટે અને દરેક સમાજને ગર્વની વાત છે શિક્ષક ઈમરાનભાઈને આટલાં વર્ષોથી શિક્ષણ આપતાં ગર્વ થાય છે અત્તરવાલા પરિવાર તરફથી તમામ બાળકોને અમુલ બદામ શેક દુધની બોટલ અને નમકીન ફ્રુટપેકેટ આપવામાં આવ્યું હતું આવું અમે ક્યારેય પણ ન દ્રશ્યો જોયાં ન હતા અમારી ખુબ જ ઉત્સાહ સાથે અમે કદી ગોધરાને કે સદભાવના મિશન ક્લાસ બહારપૂરાના બાળકો તેમજ મુસ્લિમ શિક્ષક ઈમરાનભાઈ ને કદી ભૂલી શક્યે નહીં.
સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના સંચાલક ડો. સુજાત વલી માલવાડી સમાજના અગ્રણીઓ અને આગેવાનો તથા શિક્ષક ઈમરાનભાઈ અત્તરવાલા પરિવાર અને અબ્બાસભાઇ વલી નો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા