Panchmahal
આગામી ૨૨ જુલાઈના રોજ ટુ-વ્હીલ વાહનોની નવી સીરિઝ GJ17-CG ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજી યોજાશે
આથી પંચમહાલ જિલ્લાની મોટરીંગ પબ્લિકને જણાવવામાં આવે છે કે, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી,ગોધરા દ્વારા ટુ-વ્હીલ વાહનોની સીરિઝ GJ-17-CGના ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજી તા.૨૨/૦૭/૨૦૨૩ના રોજ રજીસ્ટ્રેશન ખોલવામાં આવશે. જીલ્લાના વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ-૭માં કરાવવા ONLINE https://vahan.parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઇ શકશે. તા.૨૨/૦૭/૨૦૨૩ ના સાંજે ૪ વાગ્યાથી તા.૨૬/૦૭/૨૦૨૩ સાંજે ૪ વાગ્યા સુધી AUCTION માટે ONLINE CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લિકેશન કરવાની રહેશે. તા.૨૬/૦૭/૨૦૨૩ સાંજે ૪ વાગ્યાથી તા.૨૮/૦૭/૨૦૨૩ સાંજે ૪ વાગ્યાના રોજ AUCTIONનું બીડિંગ ઓપન થશે.
તા.૩૧/૦૭/૨૦૨૩ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા CNA ફોર્મ અત્રેની કચેરીએ જમા કરાવવાનું રહેશે.આ સાથે વાહન સેલ લેટરમાં સેલ તારીખ થી ૬૦ દિવસના અંદરનાજ અરજદારોએ હરાજીમાં ભાગ લેવો. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.