Vadodara

મગરનું બચ્ચુ જીવ બચાવવા જબરું દોડ્યું યુવાનોએ કાર સાથે રેસ લગાવી

Published

on

સમગ્ર એશિયામાં એક માત્ર વડોદરા શહેર અને જિલ્લામાં મગર અને માનવ વસ્તી નજીક નજીક વસવાટ કરે છે અને ચોમાસાની ઋતુમાં મગર વિશ્વામિત્રી નદી તથા આસપાસના જળાશયો માંથી રાજમાર્ગો પર અવારનવાર લટાર મારતા હોવાના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે ચોમાસાની ઋતુના પ્રારંભ સાથે જ આમોદથી કરજણ જવાના માર્ગ ઉપર એક મગરનું બચ્ચું લટાર મારવા આવી ચડ્યું હતું અને પાછળ થી એક કાર આવતા મગરનું બચ્ચું માર્ગ પર સડસડાટ દોડતા હોવાનો વિડીયો સોશ્યિલ મીડિયા માં ખુબ વાયરલ થયો છે

આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદીમાં મોટી માત્રામાં મગરો વસવાટ કરે છે ચોમાસામાં નદીના જળસ્તર વધતા મગરો નજીકની માનવ વસાહતોમાં તેમજ માર્ગો પર આવી ચઢવાના બનાવો બનતા રહે છે આવી જ એક ઘટના ગતરાત્રીના સામે આવી હતી અને એક કાર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી હતી જેનો વિડીયો હાલ સોશ્યિલ મીડિયા માં ખુબ વાયરલ થઈ રહ્યો છે

Advertisement

આમોદ નજીક આવેલ સમા હોટલથી કરજણ જવાના મુખ્ય માર્ગ પર ગતરાતે મગરે દેખા દીધી હતી અને રાત્રે માર્ગ પરથી પસાર થતા એક કાર ચાલકે રસ્તા પર મગર દેખાતા પોતાના મોબાઈલમાં તેનો વિડીયો કેદ કરી લીધો હતો આ વિડીયો માં કારની હેડલાઈટના અજવાળે સડસડાટ દોડતા મગરના બચ્ચાં એ આમોદ પંથકમાં પ્રજામાં ભયનો માહોલ ફેલાયો છે અને આમોદ કોર્ટની સામે લાંબો મગર દેખાયો હોવાની વાત સાથે મગરનો વિડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ મગરનું બચ્ચું નજીકમાં આવેલ ઢાઢર નદીમાંથી બહાર નીકળ્યો હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

Advertisement

Trending

Exit mobile version