Connect with us

Vadodara

સાવલીની કોર્ટમાં વકીલમંડળ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ

Published

on

The Bar Association election was held in Sawley's Court

કોર્ટના વકીલમંડળ સંચાલિત બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ પ્રમુખ પદ માટે બે ઉમ્મીદવારો પૈકી વકીલ સનતભાઈ પરમારનો પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ ના હોદ્દો માટે કમલેશભાઈ ભાલીયાનો વિજય થયો હતો જ્યારે અન્ય સમીતિઓના પદ માટેના તમામ ઉમ્મીદવારોને બિનહરીફ જાહેર કરાયાં

સાવલી કોર્ટમાં આજે બાર એસોસિએશનની પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદ સહિત અન્ય સમિતી નીચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ મતદાન 77 થયું હતું જેમાં એક મત અમાન્ય ગણાયો હતો માન્ય મત 76 માં થી પ્રમુખ પદ ના બે ઉમ્મીદવારો પૈકી સનાત ભાઈ પરમાર ને 44 મત મળ્યા હતા અને હરીફઉમ્મીદવાર વિજય ભાઈ પટેલ ને 30 મત મળ્યાં હતાં સનતભાઈ પરમાર ને 12 મત ની સરસાઈ થી વિજેતા જાહેર કરાયા હતા જ્યારે ઉપપ્રમુખ પદ ના બે ઉમ્મીદવાર ભાલીયા કમલેશ ભાઈ ને 40 મત મળ્યાં હરીફઉમ્મીદવાર શેખ નિઝામભાઈ ને 36 મત મળ્યા હતા

Advertisement

The Bar Association election was held in Sawley's Court

4 મત ની સરસાઈ થી ઉપપ્રમુખ પદ ના ઉમ્મીદવાર ભાલીયા કમલેશભાઈ ને વિજેતા જાહેર કરાયા અન્ય કારોબારી સમિતી સહિત ના અન્ય હોદ્દો ના તમામ હોદ્દેદારો ની બીનહરીફ વરણી કરાઈ હતી ચૂંટણી અધિકારી ની ફરજ વકીલ જગદીશભાઈ રાણા એ નિભાવી હતી કોર્ટ સંકુલ બહાર તમામ વકીલો એ હુલહાર પહેરાવી વિજેતા ઓ ને આવકારી સ્વાગત કરાયું હતું જ્યારે. સાવલી બાર એસોસિએશન ના વિજેતા પ્રમુખ વકીલ સનતભાઈ પરમાર એ મત આપી વિજેતા બનાવવા બદલ આભાર વ્યક્ત કરી તમામ વકીલ મંડળ ના હીત માં કામ કરવા ની ખાતરી આપી હતી

Advertisement
error: Content is protected !!