Chhota Udepur

જિલ્લા તથા તાલુકાનાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપાયા

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
    (અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે કામગીરી કરનારા ૨ શિક્ષકોને જિલ્લા કક્ષાએ અને ૭ શિક્ષકોને તાલુકા કક્ષાએ જિલ્લા પસંદગી સમિતિ દ્વારા પસંદ કરીને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક,૨૦૨૩થી સન્માનિત કરવામાં આવ્યા. આ પારિતોષિકમાં છોટાઉદેપુરનાં જેતપુર પાવી તાલુકાનાં ચુડેલ પ્રાથમિક શાળાનાં પ્રાથમિક શિક્ષક રાઠવા મહેશભાઈ ચંદુભાઈને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરાયા છે.  તથા નસવાડી તાલુકાનાં સેંગપુર પ્રાથમિક શાળાનાં HTAT આચાર્ય ડાભી મીરાબેન છગનલાલને જિલ્લા કક્ષામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિક થી સન્માનિત કરાયા. આ ઉપરાંત તાલુકા કક્ષાએ છોટાઉદેપુરનાં ચોટારા ચેતન કેશવજી અને મકરાણી ગુલામફરીદ ગુલામમુસ્તફા, બોડેલી તાલુકાનાં રાઠવા ઉદયસિંહ રતનસિંહ,  ક્વાંટ તાલુકાનાં ચૌહાણ ઈશ્વરસિંહ બાલુસિંહ અને પટેલ શિલ્પાબેન સુમનભાઈ, નસવાડી તાલુકાનાં ગોસાઈ કિંજલબેન ડાહ્યાભાઈ અને બાગુલ દિપીકાબેન એકનાથભાઈને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક, ૨૦૨૩થી સન્માનિત કરાયા છે.

Trending

Exit mobile version