Panchmahal
આફ્રિકામાં મૃત્યુ પામેલ શ્રમિક નો મૃતદેહ 20 દિવસ બાદ માદરે વતન લવાયો
સુરેન્દ્ર શાહ દ્વારા
ઘોઘંબા તાલુકાના અંતરિયાળ ગામ નિકોલા થી ભુજ ની ખાનગી કન્ટ્રક્શન કંપનીમાં મજુરી કામ કરવા ગયેલા બાબુભાઇ રયજીભાઈ બારીઆ ને કંપની તરફ થી ચાર વર્ષ પહેલા આફ્રિકા ખાતે ના પ્લાન્ટ માં બાંધકામ સાઈડના સેન્ટીંગ કામ કરવા માટે મોકલ્યા હતા. દરમીયાન જેઓનું ગત 27 મી જાન્યુઆરી ના રોજ આફ્રિકા માં અચાનક મોત નીપજ્યું હતું ઘરના મોભી નાં મોત નાં સમાચાર મળતા પરિવારજનો શોકાતુર બનયા હતાં અને બાબુભાઇ ના મૃતદેહ ને ભારત લાવવા સ્થાનિક MLA, અને MP પાસે મદદની ગુહાર લગાવી હતી અને રાજકીય લાગવગ ના આધારે 20 દિવસ બાદ બાબુભાઈ નો મૃતદેહ માદરે વતન નિકોલા લવાયો હતો સામજિક રીતિ રિવાજ મુજબ બાબુ ભાઇ નાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
આ સમગ્ર ઘટનાને લઈ પરિજન દ્વારા ભુજ સ્થિત આવેલ વિજય કન્સ્ટ્રક્શન કંપની સામે રોષ વ્યક્ત કર્યો છે બાબુભાઈના મોતને લઈ કંપની તરફથી કોઈપણ પ્રકારનો સહકાર કે સહાય કરવામા નથી આવી તેવા આક્ષેપ સાથે કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સરકાર પાસે પરિજનો દ્વારા માંગ કરવામાં આવી છે બાબુ ભાઈ નો મૃતદેહ ઘરે આવતા પરિવાર જનોએ રોકકળ મચાવી હતી
દક્ષિણ આફ્રિકા ખાતે સેન્ટ્રીંગ કામ માટે ભુજની વિજય કન્સ્ટ્રક્શન કંપનીએ નિકોલા ગામના સેંટરીગ કામના પારંગત હોવાથી બાબુભાઈને દક્ષિણ આફ્રિકા ખાતે તેમની સાઈટ પર મોકલ્યા હતા ચાર વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકા ગયેલ બાબુભાઈનું તારીખ 27 જાન્યુઆરી 2023 ના રોજ કોઈ કારણસર મરણ થયું હતું આની જાણ નિકોલા ગામે તેમના પરિવારજનોને થતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી ઘરનો મોભી અને વડીલ ના દુઃખદ અવસાનના અચાનક સમાચાર આવતા તેમના પત્ની તથા પરિવારજનો માં રોકકળ મચી ગઈ હતી આ અંગે વધુ જાણકારી માટે ભુજ ખાતેની વિજય કન્સ્ટ્રક્શન કંપની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાત થઈ નથી આ આખા કેસમાં જે કંપનીએ શ્રમિક બાબુભાઈને સેન્ટ્રીંગ કામ માટે દક્ષિણ આફ્રિકા મોકલ્યા હતા તેઓ દ્વારા કોઈ પણ જાતની માહિતી કે અન્ય મદદ આપવાને બદલે કંપનીએ હાથ ઊંચા કરી દીધા હતા.
પરિણામે પરિવારજનોએ અને ગામના આગેવાનોએ ધારાસભ્ય અને સંસદ સભ્ય સાથે વાતચીત કરી પોતાના મોભીના મૃતદેહ ને વતન ખાતે લાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા આખરે દક્ષિણ આફ્રિકાના ભારતીય દૂતાવાસ ના પ્રયાસો થી મોડો મોડો પણ મૃતક નો મૃતદેહ વતન લાવવામાં આવ્યો જેમાં રાજકીય પ્રયાસોએ રંગ રાખ્યો આખરે બાબુભાઈ નો મૃતદે તારીખ 16 ફેબ્રુઆરી ના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યો અને ત્યાંથી સબવાહિનીમાં પરિવારજનો વતન ખાતે લાવ્યા હતા.
બાદમાં ગામ અને આજુબાજુના ગામના સગા સંબંધીઓ ભેગા થઈ મૃતદેહ નો અંતિમ સંસ્કાર ભારતીય સંસ્કૃતિ મુજબ કર્યો હતો પરંતુ પરિવારને એક વસવસો રહી ગયો મૃતકનું બારમું, તેરમું,બેસણુ અને અન્ય વિધિ પત્યા બાદ અંતિમ સંસ્કાર થયો છે આ વસવસો પરિવારજનોને આખી જિંદગી યાદ રહેશે ખરેખર ભુજની વિજય કન્સ્ટ્રકશન કંપની દ્વારા આ કેસમાં રસ લઈને મૃતદેહને સમયસર વતન લાવ્યા હોત તો પરિવારજનો 20 20 દિવસ સુધી દુઃખી ના થવુ પડત પરંતુ નાના માણસોને ગણકાર્યા વગર મોટી કંપનીના માણસો દ્વારા કોઈ રસ દાખવવામાં ના આવ્યો માત્ર નાના માણસોનો ઉપયોગ કરી રૂપિયા કમાવવામાં રસ ધરાવતા કન્સ્ટ્રક્શન કંપનીના માલિકોને શરમ આવવી જોઈએ
- વિજય કન્સ્ટ્રક્શન કંપનીના દયાહીન માલિકે મૃતક ના દેહ ને વતન લાવવા માટે ના કોઈ પ્રયાસો હાથ ના ધર્યા ઉલ્ટાનુ હાથ અધ્ધર કર્યા
- નાના માણસોનો ઉપયોગ કરી રૂપિયા કમાવવામાં રસ ધરાવતા કન્સ્ટ્રક્શન કંપનીના માલિકોને શરમ આવવી જોઈએ મૃતદેહ નો મલાજો ના જાળવ્યો
- સ્થાનિક નેતા અને દૂતાવાસ ના સરાહનીય પ્રયાસો
- પરિવારને એક વસવસો રહી ગયો મૃતકનું બારમું, તેરમું,બેસણુ અને અન્ય વિધિ પત્યા બાદ અંતિમ સંસ્કાર થયો છે આ વસવસો પરિવારજનોને આખી જિંદગી યાદ રહેશે
- મૃતદેહને સમયસર વતન લાવ્યા હોત તો પરિવારજનો 20 20 દિવસ સુધી દુઃખી ના થવુ પડત