Gujarat
અગમ્ય કારણોસર ઘર છોડી ગયેલ કાલોલ ના યુવકની લાશ કેનાલ પાસેથી મળી

(વિરેન્દ્ર મહેતા દ્વારા)
કાછીયાવાડ માં રહેતા અભિષેક નીલેશકુમાર મહેતા નામનો ૨૨ વર્ષીય યુવક પોતાની માતાને મંગળવારે બારેક વાગ્યે આવુ છુ તેમ કહી ઘરેથી નીકળી ગયો હતો ત્યાર બાદ તેની માતા પર વોટસએપ મેસેજ કરેલ કે એક્ટિવા બોરૂ કેનાલ પર છે મારી રાહ ન જોતી હુ આવુ નહી બોરૂ કેનાલ પરથી એક્ટિવા લઈ જજે ચાવી એક્ટિવા પાસે જ મુકી ને જાઉ છુ.
તેવો મેસેજ કર્યો હતો જે બાબતે સ્થળ ઉપર દોડી જઈ તપાસ કરતા એક્ટિવા મળી આવેલ પરંતુ તેમનો પુત્ર અભિષેક મળેલ નહી જે બાબતે કાલોલ પોલીસ મથકે તેની માતા દ્વારા જાણવા જોગ નોધ કરાવેલી બુધવારે બપોરે કાલોલ ના સમા ગામ નજીક ની કેનાલ નાં નારણપુરા ગેટ પરથી આ યુવકની લાશ તરતી જોવા મળેલ જે બહાર કઢાવી ખાતરી કરાવતા અભિષેક મહેતા ની લાશ હોવાનુ જાણવા મળેલ પોલીસ દ્વારા મૃતક યુવકની લાશ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.