Ahmedabad
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પ્રકાશિત પુસ્તક “સ્વતંત્રતા – સંગ્રામ, કચ્છ અને કચ્છીઓનું” વિમોચન કરાયું …
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ દ્વારા પ્રકાશિત પુસ્તક “સ્વતંત્રતા – સંગ્રામ, કચ્છ અને કચ્છીઓનું” વિમોચન અતિથિ વિશેષ પ્રો. ડો. જયરાજસિંહ જાડેજા – કુલપતિ કચ્છ યુનિવર્સિટી, ભૂજ, શ્રી કીર્તિભાઈ ખત્રી, મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, વડીલ સંતવૃંદ તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં શિક્ષણ, સંસ્કાર, સર્જન અને સંસ્કૃતિનો સમન્વય સાધનાર શ્રી મુકતજીવન સ્વામીબાપાના ત્રિવેણી સંગમરૂપ સંસ્થા શ્રી મુકતજીવન સ્વામીબાપા આર્ટ્સ, કોર્મસ એન્ડ બી.સી.એ. મહિલા કોલેજ, ભૂજ ખાતે કરવામાં આવ્યું હતું.
ડો. રીઝવાન કાદરી, સભ્ય નહેરૂ મેમોરીયલ એન્ડ લાઇબ્રેરી સોસાયટી (ભારત સરકાર)એ મુખ્ય વક્તા તરીકે વ્યકત્વ્ય આપ્યું હતું.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે દિવ્ય બળ ભર્યા આશીર્વાદમાં જણાવ્યું હતું કે કચ્છ પ્રદેશ ઉપર ભગવાનની કૃપા તો ઉતરતી જ રહી છે અને કચ્છના ભાઈઓમાં સાહસિકતા તો રહેલી જ છે. વળી, આ પ્રસંગે પૂર્વ સંસદ સભ્યશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, શ્રી મુકતજીવન સ્વામીબાપા આર્ટ્સ, કોર્મસ એન્ડ બી.સી.એ. મહિલા કોલેજ, ભૂજના આચાર્ય તેમજ શિક્ષકો તથા દેશ પરદેશના હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.