Connect with us

Gujarat

બુટલેગરે જબરો આઇડિયા લગાવ્યો દારૂની હેરાફેરી કરવા આઈસર ટ્રકમા ચોરખાનુ બનાવ્યુ

Published

on

લુણાવાડા  ટાઉન વિસ્તારમાં રૂ. ૫,૭૬,૨૯૪-/નો વિદેશી દારૂ તથા આઇસર વાહન કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા બીજો મુદ્દામાલ મળી કુલ રૂ. ૨૩,૪૮,૬૭૪/ના સાથે બે આરોપીને  એલસીબીએ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહિસાગર  જીલ્લામા એલ.સી.બી. પોલીસની ટીમ   લુણાવાડા ટાઉન વિસ્તારમાં પ્રોહીગુન્હા શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.  તે સમયે ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે  એક બંધ બોડીની મરૂણ કલરની આઇસર ટ્રકમાં ડ્રાઇવર કેબીનના પાછળના ભાગે બોડીમાં ચોરખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો ભરી સંતરામપુર તરફ થી લુણાવાડા થઇ અમદાવાદ તરફ જનારા  છે. તે દરમિયાન    દરમ્યાન કંકા તળાવ નજીક બાતમી વાળી મરૂણ કલરની આઇસર ટ્રક સંતરામપુર તરફથી લુણાવાડા તરફ આવતી હોય સદર ટ્રકને રોડ ઉપર ટ્રાફીક જામ કરી રોકી  હતી. અને તેમા બેસેલા બે ઇસમોને ઝડપી લીધેલ દરમ્યાન આઇસર ટ્રકની ઝીણવટભરી રીતે ચકાસણી કરતાં ટ્રકનું આગળનું કેબીન ખોલી કેબીનના પાછળના ભાગે બોડીમાં જોતાં બોડીમાં વચ્ચેનો પતરાનો ભાગ કાપી ઢાંકણથી બંધ કરેલ હોવાનું જણાયેલ હોય જે ચોરખાનાનું પતરૂ ખોલી અંદર જોતાં તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના પુઠાના બોક્ષ ભરેલા હોય આઇસર ટ્રકને એલ.સી.બી. ઓફીસ લાવી વધુ ચેક કરતા ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.-૨૧૬૯ કીંમત રૂપીયા.૫,૭૬,૨૯૪/ની મળી આવેલ જેથી આઇસર ટ્રકની કીંમત રૂપીયા.૧૦,૦૦,૦૦૦/-તથા એક મોબાઇલ ફોન કીંમત રૂપીયા.૧૦,૦૦૦/- તથા બીલ્ટી મુજબની   મશીનરી કીમત રૂપીયા.૭,૬૪,૩૮૦/- મળી કુ રૂપીયા. ૨૩.૪૮.૬૭૪/- નો મુદ્દામાલ ઝડપી પાડી લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન    ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કરવામાં આવી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!