Ahmedabad
બુટલેગરો હાઈટેક દારૂભરેલી ગાડીમાં GPS સીસ્ટમ લગાવી રાખી રહ્યા હતા નજર

(રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર)
ગળતેશ્વરના અમદાવાદ ઇન્દોર હાઇવે પરથી ટ્રકમાં લઇ જવાતા જુના ફર્નિચરના આડમાં હેરાફેરી કરતા 16.89 હજારના મુદ્દામાલ સાથે રાજસ્થાનના એક ઈસમને સેવાલિયા પોલીસે દબોચી લીધો
સેવાલીયા પોલીસના માણસોએ ગત રાત્રે ગળતેશ્વરના સોનીપુરા પાસેના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગોધરા તરફથી આવતી બંધ બોડીની ટાટા ટ્રક નંબર (RJ 18 GA 8945)ને અટકાવી હતી. ચાલક પ્રકાશ ઉર્ફે લવલી લાઘુરામ બિશ્નોઈ (રહે.વાડાનયા, જિ.ઝાલોર, રાજસ્થાન)ને સાથે રાખી ટ્રકમાં તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પાછળ પુઠાના પેકીગમા જુના જર્જરિત ફર્નીચરનો સામાન હતો. આ સામાનને ઉથલાવી જોતા મીણીયાની થેલીઓમા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી GPS સીસ્ટમ મારફતે બૂટલેગર સતત ટ્રકને વોચ રાખી રહ્યો હતો આથી ટ્રક અને ચાલકને સેવાલીયા પોલીસ મથકે લાવી ટ્રકમાંથી મળી આવેલ વિદેશી દારૂની ગણતરી કરતાં કુલ રૂપિયા 3 લાખ 53 હજાર 736નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. તો આ ટ્રકમાં ચાલકની કેબીનમાથી GPS મળી આવ્યુ હતું. જે આધારે બુટલેગર સતત આ ટ્રકને વોચ રાખી રહ્યો હતો. તો પોલીસે ગુનામાં વપરાયેલ વાહન સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 16 લાખ 89 હજાર 936નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને આ દારૂનો જથ્થો કોને ભરી આપ્યો હતો અને ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં સેવાલીયા પોલીસે તપાસ સાંધી છે.