Surat
હોમગાર્ડ જવાન પર હુમલો કરનાર માથાભારે ઇસમોનું પોલીસે સરઘસ કાઢ્યું

(સુનિલ ગાંજાવાલા સુરત)
હાલમાં સુરતમાં કેટલાક માથાભારે શખ્સોએ નાઈટ ડ્યુટીમાં હાજર હોમગાર્ડને કેમ રોક્યો તેમ કહી ચહેરા પર લાતો ફટકારી હતી.આ પછી પોલીસ હરકતમાં આવ્યું છે અને હોમગાર્ડ સાથે ચાર માથાભારોને પકડી પાડ્યા છે અને તેમનું શખ્સોનુ પોલીસે સરઘસ કાઢવામાં આવ્યું છે.
અડાજણ TGB સર્કલ પાસે નાઈટ શિફ્ટમાં નોકરી વખતે મોપેડ સવાર બે શખ્સોને હોમગાર્ડ રોક્યા હતા. પોતાને કેમ રોક્યા તેમ કહી આ બંને યુવાનોએ બીજા ત્રણ સાગરીયો સાથે હોમગાર્ડ ઉપર હુમલો કરી દઈ ચહેરા ઉપર લાતો ફટકારી હતી.આ પછી સુરત પોલીસ હરકતમાં આવી અને ઓન ડ્યુટી હોમગાર્ડ સાથે ગેરવર્તન કરનાર પાંચ પૈકી ચાર યુવાનોને પોલીસે ઝડપી લઇ તેમનું જાહેર રોડ ઉપર સરઘસ કાઢી લોકો પાસે માફી મંગાવી હતી. તેમજ જાહેરમાં કાર્યવાહી કરી છે.