Surat

સુરતમાં અકસ્માત કરનાર કાર ચાલકનું પોલીસે સરઘસ કાઢ્યું, બે હાથ જોડી જાહેરમાં ફેરવ્યો

Published

on

(સુનિલ ગાંજાવાલા સુરત)

સ્મીમેર હોસ્પિટલમાં આરોપીએ દારૂ પીધો છે કે નહીં તેના સેમ્પલ પણ લેવામાં આવ્યાંઅમદાવાદના ઈસ્કોન બ્રિજ જેવી જ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગઈ કાલે બની હતી. પૂરપાટ ઝડપે BRTS રૂટમાં કાર હંકારી રહેલા કાર ચાલકે 3 બાઈક સહિત 6 જેટલા લોકોને અડફેટે લીધા હતા. પોલીસે સાજન પટેલ નામના આરોપી કાર ચાલકની ધરપકડ કરીને તને હાથ જોડી જાહેરમાં ફેરવ્યો હતો.પોલીસે શખ્સનું એ જ જગ્યા પર સરઘસ કાઢ્યું હતું જ્યાં તેણે અકસ્માત કર્યો હતો. હવે પોલીસે તેની સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારીઓ કરી લીધી છે.

Advertisement

પોલીસે ઘટના સ્થળે જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. DCP ભક્તિ ઠાકરે મીડિયાને જણાવ્યું હતું કે, આ ઘટનામાં પોલીસે કલમ 308 દાખલ કરી છે. આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.આરોપીનો ગુનાહિત ઈતિહાસ જોઈએ તો તેના વિરુદ્ધ પાંચ જેટલા ગુના નોંધાયેલા છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નશો કર્યાનો કેસ થયો હતો.આણંદના સોજીત્રામાં દારૂ પીને ગાડી ચલાવતા ગુનો નોંધાયેલો છે. પુણા પોલીસમાં મારામારી અને અમરોલીમાં ગુનો નોંધાયેલો છે. આરોપીના સ્મીમેર હોસ્પિટલમાં દારૂ પીધો છે કે નહીં તેના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.દારૂ પીધા બાદ કાર ચલાવવાથી શું થાય એ આરોપી જાણતો હોવા છતાં આ અકસ્માત કર્યો છે. જેથી કડક કાર્યવાહી કરાશે.

Advertisement

Trending

Exit mobile version