Chhota Udepur

છોટાઉદેપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ની શરૂઆત રક્તદાન શિબિર થી કરવા માં આવી

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી છોટાઉદેપુર ઓરસંગ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર છોટાઉદેપુર જિલ્લાના તમામ સામાજિક કાર્યકરો તથા તમામ રાજકીય આગેવાનો સૌ સાથે મળીને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ યુવાનો એ ખુબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રક્તદાન શિબિર ઉપરાંત નગરપાલિકા સ્થિત બીરસા મુંડા ની પ્રતિમા ને મોટી સંખ્યામાં યુવાનો એકત્રીત થઈ ફુલહાર પહેરાવી નારા લગાવ્યા હતા.

યોજાયેલ રક્તદાન શિબિર માં ગુજરાત સરકાર નાં મંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર સહિત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા , છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, તાલુકા પંચાયત છોટાઉદેપુર પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, પ્રો.અર્જુનભાઈ રાઠવા સહિત ઉપસ્થિત રહી રક્તદાતાઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.

Advertisement

 

 

Advertisement

Trending

Exit mobile version