Gujarat
ઠાસરા માં કેમિકલ માફિયા બેફામ કાશમાં કેમિકલ ઠાલવતાં ડાકોર સુધી ગંધાયુ
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના વીજોલ ગામે વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ કાસમા કોઈ અજાણ્યા શકશો દ્વારા કેમિકલ ઠલવાતા સમગ્ર કાચમાં દુર્ગંધ ફેલાઈ હતી સાથે ફીણના ગોટેગોટા વળી જવા પામ્યા હતા. આ કાશ નું પાણી ડાકોર પાસેથી પસાર થતી સીડી નદીમાં ભળતું હોય છે જેનો ઉપયોગ આસપાસના ખેડૂતો ગ્રામજનો વપરાશમાં ખેતીના ઉપયોગમાં તથા પોતાના પશુધનને પીવડાવવામાં કરતા હોય છે જેને લઇ આ ફીણના ગોટેગોટા જોતા સ્થાનિક લોકો ની ચિંતામાં વધારો થયો હતો સાથે આ પાણીથી પોતાના ખેતરોને ઉભા પાકને તથા પોતાના ગાય ભેંસ બળદને ક્યાંક રોગચાળો થવાની બીતી વચ્ચે ભયનો માહોલ ઉભો થયો હતો વિંઝોલ ગામના સરપંચ તથા સ્થાનિક આગેવાનો દ્વારા આગળ રજૂઆત કરી આ કેમિકલ છોડનારને દંડ કરવામાં આવે તથા એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી રહ્યા છે
ડાકોર ભવન્સ કોલેજ પાછળ ના વિંજોલ રોડ પર ખોડીયાર માતાના મંદિર પાસેના ગરનાળામાં ફીણના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા કેમિકલ માફિયા દ્વારા કેમિકલ ગરનાળામાં ઠાલવવામાં આવ્યું હોવાની આશંકા કેમિકલ માફિયાઓ દ્વારા પહેલા નદીમાં ઠાલવવામાં આવતું હતું કેમિકલ યુક્ત પાણી અને હવે આપાનાવ્યો નવો કીમિયો ગરનાળામાં ઠાલવ્યું કેમિકલ આ ગરનાળામાંથી ઉડતા ફીણના ગોટાઓ માં થી આવી રહી છે કેમિકલ ની દુર્ગંધ આ ગરનાળા નું પાણી ભળી રહ્યું છે સીધું શેઢી નદી માં નદીના જળચર પ્રાણી ઓના જીવન સાથે ચેડાં કરતા કેમિકલ માફિયાઓ નદી નાળા ને પ્રદૂષિત કરીને પ્રકૃતિને નુકસાન પહોંચાડતા કેમિકલ માફીયાઓ પર ક્યારે આવશે અંકુશ
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ઠાસરા