Gujarat
સંસ્કાર વિદ્યાલયના બાળકોએ ચાર કલાક માં તૈયાર કર્યુ પ્રભુ શ્રી રામનું અદભુત નાટક
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલ સંસ્કાર વિધ્યાલય ના બાળકોએ પ્રભુ શ્રી રામ પ્રત્યે આસ્થા વ્યક્ત કરતુ એક નાટક માત્ર ચાર કલાક માં તૈયાર કરી શાળા માં રજૂ કરતાં હાજર મહેમાનો મંત્રમુગ્ધ બન્યા હતા મર્યાદા પુરુસોત્તમ શ્રી રામલલ્લાની અયોધ્યામાં તા.22-01-24 ને સોમવારેના રોજ થનાર પ્રાણપ્રતિષ્ઠાના અનુસંધાનમાં ઉત્સાહિત થઇ રામમય બનીને સંસ્કાર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ફક્ત એક જ દિવસમાં શ્રી રામનું એક અદભુત નાટક તેમજ વિદ્યાર્થીનીઓએ,’રામ આયેંગે તો અંગના સજાઉંગી ‘ગીત પર ડાન્સ રજૂ કર્યો..
વિદ્યાર્થીઓને ફક્ત ચાર કલાકમાં તૈયારી કરાવનાર શિક્ષકમિત્રોને ખુબ ખુબ અભિનંદન 👍🌹🚩રામ લક્ષ્મણ, જાનકી જય બોલો હનુમાન કી 🙏🚩જય જય શ્રી રામ 🙏🚩