Gujarat
પર્યાવરણ જતન અને સંરક્ષણ માટેનો કાર્યક્રમ હરીયાળુ હાલોલ અભિયાનનો સમાપન સમારોહ યોજાયો
(અવધ એક્સપ્રેસ દ્વારા)
સનફાર્મા હાલોલ દ્વારા હાલોલ તાલુકામાં પર્યાવરણના જતન માટે હરિયાળુ હાલોલ અભિયાન કાર્યક્રમ અંતર્ગત હાલોલ તાલુકાની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ થઈ કુલ 200 ઉપરાંતની શાળાઓ ગ્રામ પંચાયતની ખુલી જગ્યાઓ, યુટીલીટી સેન્ટર વગેરે સ્થળોએ થઈ 20,000 છોડનું વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું હતું તથા શાળાઓના બાળકોમાં પર્યાવરણ પ્રેમ વધે તે માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન 50 શાળાઓમાં કરવામાં આવ્યું જેમાં 1500 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં 300 બાળકોને પ્રોત્સાહક ઇનામો અને શાળાને સ્મૃતિ ભેટ આપવામાં આવી. આ સમાપન સમારોહમાં હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અધ્યક્ષ સ્થાને વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો જેમાં સન ફાર્મા હાલોલ ના પ્રતિકભાઇ પંડ્યા, સીએસઆર વિભાગ, શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમ પૂર્ણ થયો