Chhota Udepur
છોટાઉદેપુર સ્થિત સોની પરીવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા ની પૂર્ણાહૂતિ યોજાઇ

પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર નગર ના દરબાર હૉલ ખાતે નગરનાં લાઇબ્રેરી ફળીયા માં વસતા સોની માહેશ્વરી પરીવાર દ્વારા તેઓના પિતૃઓ ની યાદમાં નગરના કિલ્લામાં આવેલ પાલિકા સંચાલિત દરબાર હોલ ખાતે શ્રીમદ ભાગવત કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લાં સાત દિવસ થી હજારો ભાવિક ભક્તો એ કથા નું શ્રવણ કરી પ્રભુ ભક્તિ નો આનંદ માણી રહયા હતા.
ભાગવત કથા માં દરરોજ ભગવાન ના વિવિધ સ્વરૂપો ની ઝાંખી સાથે ભવ્ય મનોરથ ઉજવવા માં આવ્યાં હતાં. આજ રોજ સુદામા ચરિત્ર ની ઝાંખી નું આયોજન કરાયું હતું. અને કથા ની પૂર્ણાહૂતિ યોજાઇ હતી. અંતે ભારે હૈયે ભાગવતજી તેમજ મઘ્ય પ્રદેશ ના પ્રખર ભગવતાચાર્ય હેમંતજી ભારદ્વાજ ને વિદાઈ આપી હતી. માહેશ્વરી સોની પરીવાર ના સંજયભાઈ સોની , અશોકભાઈ અજમેરા ( સવરૂ) , તથા નગરમાં વસતા તમામ મારવાડી પરિવારજનો દ્વારા તમામ નામી અનામી સહ્યોગકર્તા ઓ નો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.