Gujarat
લુણાવાડાના સેમારાના મુવાડા ગામના બસ સ્ટેન્ડનની હાલત કફોડી : ગ્રામજનો દ્વારા નવીનીકરણની માંગ ઉઠી

- સેમારાના મુવાડાનુ ખખડધજ બસ સ્ટેન્ડ કોઈક નો ભોગ લેસે
લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડા ગામે આવેલ બસ સ્ટેન્ડની બિસ્માર હાલતને લઈ ગ્રામજનો દ્વારા બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરવાની માંગ ઉઠી છે. જર્જરિત હાલત માં ઉભેલા બસસ્ટેન્ડ માં ચોમાસા દરમિયાન છતમાંથી પાણી ટપકવાના કારણે મુસાફરોને અનેક મુશ્કેલી વેઠવાની વારો આવેછે . મુસાફરોની સુવિધા માટે બનાવેલા બસ સ્ટેન્ડ મુસાફરો માથે છાયડા સમાન હોય છે.
પરંતુ પડવાના વાંકે બસ સ્ટેન્ડ માં લોકો જતાં ડરે છે બસ સ્ટેન્ડની આગળનો તેમજ અંદર ભાગે પોપડા ઉખડી નીચે પડવાની ઘટનાઓ જોવા મલી રહી છે. પોપડા ટુટી જવાના કારણે સળિયા દેખવા લાગ્યા છે. મુસાફરો વિશ્રામ માટે તેમજ બહાર જવા માટે બસ સ્ટેન્ડમાં બેસતા હોય છે. ત્યારે જર્જરિત ભાગ તૂટી જવાને કારણે અકસ્માતની ભીતિ સર્જાઇ રહી છે. ત્યારે ગ્રામજનો દ્વારા વહેલી તકે બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર)