Chhota Udepur
કલા મહાકુંભમાં ભાગ લેવા માટેની તારીખ એક મહિના માટે લંબાવવામાં આવી

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
ગુજરાત સરકારના રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની ચેરી, છોટાઉદેપુર દ્વારા “કલા મહાકુંભ ૨૦૨૩-૨૪’’ આયોજન કરવામાં આવનાર છે. જેના રજીસ્ટ્રેશન માટે અગાઉ તા.૨૪મી ઓક્ટોબર છેલ્લી તારીખ આપવામાં આવી હતી જે હવે લંબાવીને તા.૨૫/૧૧/૨૦૨૩ કરવામાં આવી છે.
કલા મહાકુંભ ૨૦૨૩–૨૪માં ભાગ લેવા ઈચ્છતા છોટાઉદેપુરના સ્પર્ધકોએ નિયત નમુનામાં અરજીફોર્મ પોતાની સંપુર્ણ વિગત ભરી આધારકાર્ડ અને બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નક્લ સાથે તાલુકા કક્ષા, સીધી જિલ્લા/પ્રદેશ/રાજયકક્ષાની સ્પર્ધા માટે “પ્રતિ જિલ્લા યુવા વિકાસ અધીકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, છોટાઉદેપુર, એફ-પ,પ્રથમ માળ, જિલ્લા સદન, છોટાઉદેપુર ખાતે તા.૨૫/૧૧/૨૦૨૩ સુધીમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે. ઉક્ત માહિતી જીલ્લા યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, છોટાઉદેપુરની એક યાદીમાં આપવામાં આવી છે.