Dahod

સંજેલીના કરંબામાં કુવામાં પડી જવાથી બે માસુમ બાળકોના મોત પરિવારમાં માતમ છવાયો.

Published

on

કુવામાં એક જ કુટુંબના એક સાથે બે બાળકોના મોત નીપજતા પરિવાર સહિત નગરમાં માતમ છવાયો.

ઘર ની સામે કુવાની નજીક સિન્ટેક્ષની ટાંકી પર નાહવા જતા કાંઠા વગરના ખુલ્લા કૂવામાં લપસી જતા બે માસુમના મોત.

Advertisement

ચીકણી માટીના કારણે સ્લીપ ખાતા બંને માસુમ બાળકો કૂવામાં પડ્યા બંને માસુમ સાત વર્ષના હતા. પરિવારમાં માતમ છવાયો .

સંજેલી તાલુકાના કરંબા ખાતે કાઠા વગર ના કૂવા પાસે સીનટેક્સ ની ટાંકી પર બે માસુમ બાળકો નાહવા તેમજ પાણી પીવા માટે ગયા નું અનુમાન તે દરમિયાન ચીકણી માટીના કારણે બે કુટુંબી માસુમ બાળકો કૂવામાં કંઈક કારણોસર લપસી ગયા હતા બંને બાળકો સાત વર્ષના ઉંમરના બાળકો હતા ઘર આગળ આવેલા કાંઠા વગરનો કુવા પર લપસી જતા ઊંડા કૂવામાં પાણીમાં પડ્યા કૂવામાં ફૂલ પાણી થી ભરપૂર હતો પાણીમાં પડતા જ બંને બાળકો ડૂબી જતા મોત નીપજ્યું આ ઘટનાને લઇ સંજેલી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Advertisement

ગતરોજ 11 મીના રોજ સાંજના પાંચ છ વાગ્યાના અરસામાં સંજેલીના કરંબા ગામે બે માસુમ કુટુંબી ભાઈઓ ધનરાજ સમસુભાઈ તાવીયાડ અને સુક્રમભાઈ અર્જુનભાઈ તાવીયાડ આ બંને માસુમ બાળકો ઘર આગળ આવેલા કુવા પાસે ટાંકી પર નાહવા ગયા હતા તે દરમિયાન અચાનક ચીકણી માટીના કારણે બંને માસુમ બાળકો ના પગ લપસી જતા કાંઠા વગરના કૂવામાં બંને પડી જતા મોત નીપજ્યું હતું. બંને માસુમ બાળકો કુવામાં પડી જતા બુમા બુમ મચી જવાબ પામી હતી અને આસપાસ માંથી પરિવાર સહિત ગ્રામજનો દોડી આવ્યા હતા અને બંને બાળકોને કુટુંબી દ્વારા કૂવામાંથી બહાર કાઢે તે પહેલા પાણીમાં મોત નીપજ્યું હતું બંને માસુમ બાળકોના મોત થતા પરિવાર માં માતમ છવાઈ ગયો હતો . આ ઘટનાની જાણ સંજેલી પોલીસને કરાતા સંજેલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને માસુમ બાળકોના મૃતદેહને સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા આ અંગે સંજેલી પોલીસે અકસ્માતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Trending

Exit mobile version