Panchmahal
ડૉક્ટર દંપતીનએ દિકરી નો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો

ઘોઘંબાના પ્રસિદ્ધ અને સેવા ભાવના ધરાવતા ડોક્ટર દંપત્તિ દ્વારા તેમની દીકરીના જન્મદિવસ ને અનોખી રીતે ઉજવી સમાજને શીખ આપી હતી પોતાના વિનાયક હોસ્પિટલ એન્ડ વેટરનીટી હોસ્પિટલ ખાતે દીકરીના જન્મદિવસના પ્રસંગને લઈને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી બ્લડ મળી રહે તે પણ માત્ર સામાન્ય ખર્ચથી તેવા શુભ આશય સાથે યોજવામાં આવેલ કેમ્પમાં 50 યુનિટ બ્લડ ભેગું કરવામાં આવ્યું હતું
ડોક્ટર વેનિસ પંચાલ તેમના પત્ની ડોક્ટર બીનાબેન પંચાલ તેમની લાડકી દીકરી કેયા પંચાલ ની ત્રીજી વર્ષગાંઠ સમાજને ઉપયોગી થાય તથા દર્દીઓને મદદરૂપ થવાના આશય સાથે ઉજવવામાં આવી હતી આ વખતે બ્લડ ડોનેટ કરનાર ડોનરો દ્વારા દીકરી કેયાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી અને ડોક્ટર દંપત્તિને તેમની સેવા કિયા પ્રવૃત્તિ માટે અભિનંદન પાઠવ્યા હતા