Gujarat
ગુજરાતની ડબલ એન્જિનની સરકાર જગતના તાતને ભાજી મુળા સમજે છે
હાલમાં શિયાળાની સિઝનમાં થયેલા કામોસની વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકસાનની રજૂઆત ખેડૂતો દ્વારા સરકારશ્રીમાં કરતા સરકારે સર્વે કરાવવાની હૈયાધારણા આપ્યા બાદ તંત્ર દ્વારા સર્વે કરાવવામાં આવ્યુ પરંતુ સર્વેમાં સર્વે કરનાર અધિકારીઓ દ્વારા સર્વે રિપોર્ટ માં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે વરસાદથી ખેડૂતોના પાકને કોઈ નુકસાન નથી નો નેગેટિવ રિપોર્ટ આવતા ખેડૂતોમાં આક્રોશ સાથે નારાજગી વરતાય છે જ્યારે ખેડૂતોના જણાવ્યા મુજબ માવઠાથી અમારા પાકને ભારે નુકસાન થયેલ છે તથા અમારી કમર તૂટી ગઈ છે.
મોંઘા ભાવનું બિયારણ ખાતર પાણી માટેનું વીજળી બિલ અને રાત્રિના ઉજાગરા અમારા માથે પડ્યા છે સરકારી અધિકારીઓ દ્વારા સર્વેમાં નુકસાન નથી થયેલું જણાવીને અમારા પેટ પર પાટુ માર્યું છે અને ભાજપની ભરોસાની સરકારે પાડો જણ્યો છે. અમારી તકલીફ અને વ્યથા જેસે છે યથાવત રાખવાના પેતરામાં ભાજપાની સરકાર સફળ થઈ અને તેમાં અધિકારીઓનો સહકાર મળતા તંત્રના લાખો રૂપિયા ખેડૂતોને આપવાના બચી જશે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના તાલુકાઓમાં ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયાનું તંત્રએ અગાઉ સ્વીકાર્યું હતું કે પંદર જિલ્લાના પચાસ તાલુકા માં કમોસમી વરસાદ થી ખેડૂતો ના પાક ને નુકશાન થયેલુ છે.
પરંતુ સર્વેમાં ગયેલા અધિકારીઓ દ્વારા નીલ રિપોર્ટ કરતા ડબલ એન્જિનની સરકારે રાહતનો દમ લીધો હતો અને ખેડૂતોને માથે હાથ મુકવાનો વારો આવ્યો હતો. ભરોસાની સરકારમાં ખેડૂતોને ચારે બાજુથી માર સહન કરવાનો વારો આવે છે આ અંગે તંત્ર ફરી વિચાર કરી યોગ્ય સર્વે કરાવશે ખરી ???
- તંત્રએ અગાઉ સ્વીકાર્યું હતું કે પંદર જિલ્લાના પચાસ તાલુકા માં કમોસમી વરસાદ થી ખેડૂતો ના પાક ને નુકશાન થયેલુ છે
- સર્વેમાં ગયેલા અધિકારીઓએ સરકાર તરફી નીલ રિપોર્ટ કરતા ડબલ એન્જિનની સરકારે રાહતનો દમ લીધો: ખેડૂતોને માથે હાથ મુકવાનો વારો આવ્યો
- દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના તાલુકાઓમાં ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયાનું તંત્રએ અગાઉ સ્વીકાર્યું હતું
- વરસાદથી ખેડૂતોના પાકને કોઈ નુકસાન નથી નો નેગેટિવ રિપોર્ટ આવતા ખેડૂતોમાં આક્રોશ સાથે નારાજગી
- ભાજપની ભરોસાની સરકારે પાડો જણ્યો
- તકલીફ અને વ્યથા જેસે છે યથાવત રાખવાના પેતરામાં ભાજપાની સરકાર સફળ થઈ અને તેમાં અધિકારીઓનો સહકાર મળતા તંત્રના લાખો રૂપિયા ખેડૂતોને આપવાના બચી ગયા