Surat
પોલીસે મો પર દંડો મારતા વાહન ચાલક લોહી લુહાણ…

(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)
આજરોજ તારીખ: 29/04/2023 બપોરના અરસામાં યુનિક હોસ્પિટલ, વેસુ કેનાલ રોડ, સુરત ખાતે ASI દીપેશ ઝવેરચંદ બકલ નંબર 978 નાઓએ વાહન ચાલકને રોકતા વાહન ચાલક ટ્રાફિકમાં હોય ગાડી સાઈડમાં લેતો હોય તે દરમિયાન મોઢા પર દંડો મારતા લોહી લુહાણ થઈ ગયેલ; લોહી લુહાણ હાલતમાં 108 મારફતે હોસ્પિટલ લઈ ગયેલ જ્યાં ભોગ બનનાર વ્યક્તિને ડરાવીને સમાધાન કરવા માટે મજબૂર કરી દીધેલ…
સુરત પોલીસને વિનંતી કે ટ્રાફિક ચલણ જેવી સામાન્ય બાબતોમાં જાહેર જનતા સાથે રીઢા ગુનેગારો જેવું વર્તન કરવામાં ના આવે; પોલીસ એ નાના ગરીબ લોકોની સેવા અને સુરક્ષા માટે છે એમને તકલીફો આપવા, માર મારી લોહીલુહાણ કરવા માટે નહીં. જેથી આવી રીતે રક્ષક થઈને ભક્ષક તરીકે કામ કરનાર સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે..