Gujarat
ગુજરાત વિધાનસભા પરિસર માં હોળી ના ઢોલ વાગ્યા અને મંત્રી કુબેરસિંહ ડિંડોર ઝૂમી ઉઠ્યા

કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરે રાજ્ય કેબિનેટ મંત્રીઓ તથા ધારાસભ્યઓની ઉપસ્થિતિમાં હોળી- ધુળેટીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી હોળી ના હરખ માં ચારેકોર અબીલ ગુલાલની છોળો ઉડાડતા હર્ષોલ્લાસ અને આનંદ સાથે હોળી પર ઢોલ નગારાના તાલે ઝુમતા જુમતા નજરે પડ્યા હતા.
આજ રોજ ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા પરિસરમાં મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતીમાં આદિજાતિ વિકાસ અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબિનેટ મંત્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડીંડોર તથા સાથી તમામ કેબિનેટ કક્ષાના મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ તેમજ ગુજરાતના દરેક વિધાનસભાના વિજેતા તમામ ધારાસભ્યઓની ઉપસ્થિતીમાં હોળી – ધુળેટીની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા તમામ ધારાસભ્યો અને મંત્રીઓએ એક બીજાને રંગ લગાવી ધૂળેટી માનવી એક બીજાને અભિનંદન આપ્યા હતા
(અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર).