Chhota Udepur
છોટાઉદેપુરના જિલ્લા કલેકટર અધ્યક્ષતામાં યોજાશે ઇ-જિલ્લા સ્વાગત કાર્યક્રમ
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
આગામી તા. ૨૭/૦૭/૨૦૨૩ના ગુરૂવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે છોટાઉદેપુરના જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં ઇ-જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે.
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાનારા ઇ-જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા અરજદારોએ પોતાના પ્રશ્ન ટાઇપ કરેલી અરજીમાં કોન્ટેકટ નંબર તથા સરનામા સાથેની એક જ અરજી પ્રશ્ન પરત્વે તાલુકા સ્વાગતમાં કરેલી અરજીની નકલ સાથે કલેકટર કચેરીને ઇ-જિલ્લા સ્વાગત કાર્યક્રમ એમ અરજીના મથાળે લખી અરજી તા. ૧૦/૦૭/૨૦૨૩ સુધીમાં સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી મારફત ગ્રામ પંચાયતના અધિકૃત ઇ-મેલથી ઓનલાઇન મોકલી આપવાની રહેશે એમ જિલ્લા કલેકટર, છોટાઉદેપુર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.
એસએસસી/એચએસસીની પુરક પરીક્ષાને લઈને અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.