Panchmahal
ઈકો ચાલકે બાઇકને અડફેટ માં લેતા એકનુ એક ને ઇર્જા
દામાવાવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સીમલીયા ચોકડી પાસે આજે ઇકો ચાલકે રોંગ સાઈડમાં આવીને સામેથી આવતી બાઇકને ટક્કર મારતા બાઈક હવામાં ઉછાળતા ચાલક રોડ પર પછડાતા તેને મરણ તોલ ઈજા થતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલા સવારને નસીબ જોગે સામાન્ય ઇર્જા થતા તેને સારવાર અર્થે નજીકના દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો આ બાબતે રમેશ ખુશાલ નાયકે દામાવાવ પોલીસ મથકમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું
ઇકો ગાડી નંબર જીજે 17 બી એચ 5136 ના ચાલક તેમનું વાહન રોંગ સાઈડ પર લઈને બેફામ સ્પીડથી આવતા હતા તે વખતે સામેથી આવતી બાઇક સાથે તેમનું વાહન મોટા ધડાકા સાથે અથડાવતા બાઈક ચાલક મુકેશ રમેશ નાયક હવામાં ઉછલિને રોડ પર પટકાતા તેમનું ઘટના સ્થળે મોત થયું જ્યારે પાછળ બેઠેલા સવાર પંજન રણછોડ બારીયા ને સામાન્ય થઈ હતી જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. સદર ઇકો વાન ઘોઘંબા તાલુકાના દેવલીકુવા ગામના રણજીત પ્રભાતભાઇ બારીયા નું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું આ અંગે દામાવાવ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે મૃતકના મૃતદેહ ને પીએમ માટે સરકારી દવાખાને મોકલી આપવામાં આવ્યો છે