Chhota Udepur
૭૭માં સ્વાતંત્ર દિને જીલ્લા કક્ષાની ઉજવણીમાં શિક્ષણ મંત્રી ધ્વજવંદન કરશે

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
આજરોજ ૭૭માં સ્વતંત્ર દિનની જીલ્લા કક્ષાની ઉજવણી કવાંટની ઈએમઆરએસ સ્કુલ ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે આ સ્વાતંત્ર દિનની ઉજવણી પ્રસંગે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ડો.કુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવના એક વર્ષીય કાર્યક્રમ જયારે સમાપન દૌર ચાલી રહ્યો છે ત્યારે છોટાઉદેપુરમાં પણ ૧૫ઈ ઓગસ્ટને લઈને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
અધિકારીઓ, પદાધિકારીઓ, શાળાના બાળકો સહીત ગ્રામજનો ભારે ઉત્સાહપૂર્વક મેરી માટી મેરા દેશ, પંચ પ્રાણ પ્રતિજ્ઞા, “હર ઘર માં તિરંગા”, જેવા વિવિધ દેશભક્તિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. અહી હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશ્ય સાથે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. હર ઘર તિરંગા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજ, ત્રિરંગા સાથે નાગરિકોનો વ્યક્તિગત સંબંધ સ્થાપિત કરવાનો,દેશ સાથે સંબંધિત દરેક વસ્તુ સાથે ખૂબ જ દેશભક્તિ અને ભાવનાત્મક રીતે જોડાવવું એ આપણું સ્વાભિમાન અને અભિમાન જાળવવાનો એક અનેરો મોકો છે.