Panchmahal

એક છોટીસી LOVE સ્ટોરી નો અંત વિરહની વેદનાથી પ્રેમીઓનુ અંતિમ પગલુ

Published

on

-પાવાગઢ જંગલમાં યુવક અને યુવતીએ ગળેફાંસો ખાધો

– જંગલમાં પરિણીત યુવક અને નાબાલીક યુવતીએ જીવન ટૂંકાવ્યું

Advertisement

– માતા-પિતાનો એકનો એક યુવક પ્રેમમાં 10 દિવસના વૈવાહિક જીવનનો અંત આણ્યો

પંચમહાલ જિલ્લામાં ચકચારી ઘટના બનવા પામી છે પાવાગઢ ડુંગર ઉપર ચડવાના માર્ગમાં આવતા અટક દરવાજાની સામે તરફના જંગલમાં પ્રેમી યુગલે વૃક્ષ ઉપર ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. કાલોલ તાલુકાના યુવક અને ઘોઘંબા તાલુકાની યુવતી બંને વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંત આવ્યો હતો.

Advertisement

કાલોલ તાલુકાના ચલાલી નજીક નાંદરખા પંચાયતના રોયણ ગામનો યુવક કિરણ રાઠવા સીમાલિયા કોલેજમાં અભ્યાસ કરતો હતો અને દસ દિવસ પહેલા જ તેના ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામે લગ્ન થયા હતા. કિરણ રાઠવાને કોલેજ અભ્યાસ દરમ્યાન ઘોઘંબા તાલુકાના દેવલીકુવા ગ્રામ પંચાયતના મોગાધરા ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ થયો હતો. યુવતીની ઉંમર માત્ર 16 વર્ષની હોવાથી યુવકના પરિવારજનોએ યુવકના લગ્ન અન્ય ઠેકાણે કરી દેતા બંને પ્રેમીઓએ જુદા રહેવું કઠિન બનતા બંનેએ એક સાથે આજે પાવાગઢના જંગલમાં ઝાડ ઉપર ઓઢણીઓ બાંધી એક સાથે જીવ ટૂંકાવ્યો હતો.

કાલોલ તાલુકાના રોયણ ગામના કિરણ રાઠવા સીમલિયામાં કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે દરમ્યાન જ તેની મુલાકાત ઘોઘંબા તાલુકાના મોગાધરા ગામની 16 વર્ષીય તરૂણી સાથે થતા બંને વચ્ચે પહેલી નજરનો પ્રેમ થયો હતો. બન્નેએ સાથે જીવવા મારવાના સ્વપ્નો જોયા હતા, પરંતુ બંનેના પ્રેમને જાણે કોઈની નજર લાગી ગઈ અને યુવકના લગ્ન તેના પરિવારે ઘોઘંબા તાલુકાના જ ગજાપુરા ગામે નક્કી કરી દીધા. યુવક તેના પિતાનું એક માત્ર સંતાન હતું તે માતાપિતાના નિર્ણયનો વિરોધ કરી શક્યો નહીં.

Advertisement

06 એપ્રિલ 2023ના દિવસે જ યુવકના લગ્ન યોજાઇ જતા તેનું પ્રિયતમા સાથે જીવવાનું સ્વપ્ન રોડાઈ ગયું હતું. અને પ્રેમમાં સાથે જીવવું અશક્ય બની ગયું હતું. લગ્ન છતાં યુવક એના પહેલા પ્રેમને ભૂલી નહતો શકતો. પ્રિયતમાના વિરહની વેદનાથી તે અત્યંત દુઃખી હતો, વૈવાહિક જીવનના માત્ર આઠ દિવસમાં યુવકે તેની પ્રેમિકા સાથે મોત વ્હાલું કરવાનું નક્કી કરી લીધું હતું. માત્ર 16 વર્ષની નાદાન યુવતીને પણ પ્રેમીના લગ્ન પછી જીવન વસમું લાગવા લાગ્યું હતું. એટલે કિરણના લીધેલા અંતિમ નિર્ણય સાથે સંમત થતા બંનેએ સાથે જીવી ન શકીએ તો કાઈ નહીં સાથે મારી તો શકાય છે. એમ કરી બંને પાવાગઢ આવ્યા હતા અને ડુંગર ઉપર ચડવાના માર્ગે અટક દરવાજા સામેના જંગલમાં જઈ એક ઝાડ ઉપર 20 ફૂટની ઉંચાઈએ ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધા હતા.

જંગલમાં યુવક યુવતીના મૃતદેહો લટકી રહ્યા હોવાની જાણ પાવાગઢ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરીને યુવક અને યુવતીના પરિવારજનોને બોલાવી બંને મૃતદેહો નીચે ઉતર્યા હતા અને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version