Connect with us

Chhota Udepur

આખેઆખુ ગામ ભાજપનુ સદસ્ય બન્યુ સદસ્યતા અભિયાન નો રેકોર્ડ

Published

on

પ્રતિનિધિ કાજર બારીયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રારંભ થયેલ ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ૨૦૨૪ સમગ્ર દેશમાં પૂર જોશમાં ચાલી રહ્યું છે. જેમાં છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના પાણીબાર ગામના તમામ ભાઈઓ અને બહેનોએ ભાજપની સદસ્યતા નોંધણી કરાવી પાણીબાર ભાજપની સદસ્યતા નોંધાવતું સૌ પ્રથમ સમસ્ત ગામ બન્યું છે.

Advertisement

સમસ્ત ગામ લોકોની સદસ્યતા નોંધણી કરાવવા માટે જેતપુરપાવી ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઇ રાઠવા, મહેશભાઈ રાઠવા, વિઠ્ઠલભાઇ રાઠવા, ધર્મેશભાઈ રાઠવાએ ખાસ જહેમત ઉઠાવી હતી. આ તકે સમસ્ત ગામ લોકો દ્વારા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યુ હતું.

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!