Panchmahal
હાલોલ સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા એકમની કારોબારીની બેઠક મળી

(પ્રકાશ પંડ્યા દ્વારા)
સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ એકમની કારોબારીની બેઠક આજરોજ બ્રાહ્મણ પંચની વાડીમાં આયોજિત થઈ . જેના અધ્યક્ષ સ્થાને સ્થાપક પ્રમુખ અને પ્રાંતના મહામંત્રી અર્પિતભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે બ્રહ્મ સમાજ જિલ્લાના પ્રમુખ કાર્તિકભાઈ તથા કુણાલભાઈ હાજર રહ્યા. વડીલો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં નવી કમિટીની ઘોષણા કરવામાં આવી. મંચસ્થ જિલ્લાના પ્રતિનિધિઓ કુ. ભગવતીબેન જોષી , અભયભાઈ વ્યાસ , અને ઋત્વિક ભાઈ એ સૌની સાથે મળી નવી કારોબારીની ઘોષણા કરી.
નવ નિયુકત મહિલા પાંખ , યુવા પાંખ તથા સામન્ય મંડળની ઉપ પ્રમુખ મહામંત્રીઓ ની નિમણુંક કરાઈ. વળી અર્ચનાબેન ત્રિવેદીને મહિલા પાંખના પ્રમુખ તથા કુંજભાઈને યુવા આયોગના પ્રમુખ તરીકે તેમ જ સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલો એકમ ના પ્રમુખ તરીકે પ્રકાશભાઈ પંડ્યા ની સર્વનું મતે નિમણૂક થતા હર હર મહાદેવના જય ઘોસ સાથે સૌએ આનંદ અને ઉત્સાહથી વધાવી લીધા. કાર્યક્રમના અંતમાં કલ્યાણ મંત્ર ઘોંસ સાથે પ્રમુખ પ્રકાશ પંડ્યાએ સૌનો આભાર માની સમાજના વિકાસના કાર્યમાં સૌના સહકારની અપેક્ષા સાથે ઉપસ્થિત કારોબારીના મિત્રો તથા પ્રદેશ અને જિલ્લા ના અધિકારીઓનું આભાર માન્યો.