Chhota Udepur
ગુરુ શિક્ષક વચ્ચેની જુદાઈ કન્યાવિદાઈ થી પણ કરૂણ ગ્રામજનોની આંખો છલકાઈ

(પ્રતિનિધિ, કાજર બારીયા”અવધ એક્સપ્રેસ)
ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકોનું અદકેરું સ્થાન છે જેમાં માતા-પિતા બાદ શિક્ષણ આપી સંસ્કારોનું સિંચન કરતા હોવાથી બાળકોના જીવનમાં શિક્ષકોનું સ્થાન મહત્વનું હોય છે. હાલ બદલાતા જમાનામાં શિક્ષણની પરિભાષા બદલાઇ છે.પરંતુ શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો પ્રેમનો નાતો હજુ પણ અકબંધ છે આમ, બાળકોને શિક્ષકો સાથે અનેરો નાતો બંધાઈ જતા શિક્ષકોની બદલી થાય એ વેળા વસમી બની જતી હોય છે એવી જે ઘટના જેતપુરપાવી તાલુકાના આંબાખુટ ગામે બની હતી.
વર્ષ ૨૦૧૯થી આંબાખૂટ પ્રાથમિક શાળામા તેઓ ફરજ બજાવતા હતા. ત્યારે તેમના વિદાયની ઘડી ન માત્ર વિદ્યાર્થીઓ, પરંતુ ગામવાસીઓ માટે પણ વસમી બની રહી હતી. ગમે તે બાળક હોય તેના ઘડતરમાં માતા-પિતા સહિત તેના શિક્ષકનો ખૂબ જ મોટો ફાળો હોય છે. ત્યારે થોડા સમય પહેલાં જ ગુજરાતમાં મોટાપાયે શિક્ષકોની બદલી કરવામાં આવી છે. તેમાં જેતપુરપાવી તાલુકાના આંબાખુંટ પ્રાથમિક શાળાના શિક્ષક દિપક સોલંકી ની પણ બદલી કરવામાં આવી છે. ત્યારે ગામલોકોએ શિક્ષકને અનોખી વિદાય આપી છે.
વર્ષ ૨૦૧૯થી તેઓ ફરજ બજાવતા હતા. ત્યારે તેમના વિદાયની ઘડી ન માત્ર વિદ્યાર્થીઓ, પરંતુ ગામવાસીઓ માટે પણ વસમી બની રહી હતી. મોટાભાગના બાળકો આ શિક્ષકે તૈયાર કર્યા હતા. તેમને શિક્ષણ આપ્યું હતું. ત્યારે આખું ગામ શિક્ષકની વિદાય વખતે હિબકે ચડ્યું હતું. સમગ્ર ગામે વિદાય સમયે ફૂલ ઉડાડી વિદાય આપી હતી. વર્ષોથી શિક્ષણ માટે સારું કામ કરનારા શિક્ષકની વિદાય સમયે ગામ લોકોની આંખો ભીંજાઇ ગઈ હતી. ગામલોકોની આ લાગણી જોતા શિક્ષક દિપક સોલંકી પણ રડી પડ્યા હતા, શાળાના અન્ય કર્મચારીઓ પણ શિક્ષકને ભેટીને રડી પડ્યા હતા. ગામમાં ઉચ્ચ શિક્ષણ સાથે ગામના વિકાસ માટે શિક્ષકે કરેલા કાર્યને કારણે ગામ લોકોએ ભાવભીની વિદાય આપી હતી. દિપક સાહેબના આવવાથી આ વિસ્તારની અનેક કન્યાઓ છોટાઉદેપુર-વિદ્યાનગર સુધી આગળનો અભ્યાસ કરવા પ્રેરિત થઈ હતી અને હાલ પણ અનેક દીકરીઓ ભણી રહી છે. શિક્ષકની કોઠાસૂઝ અને આવડતને ધ્યાને લઈ શાળામાં અનેક દાતાઓએ પણ રસ દાખવીને ઘણી વખત મદદ પણ કરી છે.
ગામમાં શિક્ષણ ક્ષેત્રે સેવા આપનાર શિક્ષક દિપક સોલંકી અનેક એવોર્ડ મેળવવા સાથે બાળકો અને ગામજનોમાં આગવું સ્થાન બનાવ્યું હતું ત્યારે શિક્ષક દીપક સોલંકી ની બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં શાળાના બાળકો શિક્ષકને ભેટી ચોધાર આંસુએ રડી પડ્યા હતા, આથી શિક્ષકો પણ પોતાના આંસુ રોકી શક્યા નહોતા
* શીક્ષકની વિદાય વખતે આખ્ખું ગામ હિબકે ચડ્યું વિદ્યાર્થીઓની અનોખી વિદાય
* આંબાખુટ માં શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યાં, સર્જાયા ભાવુક દ્રશ્યો